Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સ્નાતક કક્ષાએ સેમ-ર અને ૪ ના છાત્રોની પરીક્ષા માટે ડવ અને રબારીની સફળ રજૂઆત

રાજકોટ, તા. ર૬ : કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં સ્નાતક કક્ષાએ સેમ-ર અને સેમ-૪ના છાત્રો માટે સેનેટ પ્રદીપ ડવ અને પરેશ રબારીએ રજુઆત કરી હતી જે સફળ રહી છે.

 

પ્રદીપ ડવ અને પરેશ રબારીએ યાદીમાં જણાવ્યું હતું કે વિશ્વ અને ભારતભરમાં કોરોના વાઇરસ કહેર મચાવતો હતો ત્યારે પોત પોતાના ક્ષેત્રમાં આખુ ગુજરાત એક બનીને મહામારી સામે લડી રહ્યું છે. તેમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને અન્યાય ના થાય તે માટે ગ્રેજયુએશન લેવલના બી.એ., બી.કોમ, બી.એસસી, બીસીએ, બીબીએ સહિતના કોર્સમાં પ્રથમ બે વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર માસ પ્રમોશનથી આગલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી ૯ એપ્રિલના રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ, સેનેટ મેમ્બર ડો. પ્રદીપ ડવ અને પરેશ રબારી દ્વારા સરકારશ્રીમાં કરવામાં આવેલ હતી.

મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં આ અંગેની સચોટ વિગતો આપી હકારાત્મક નિર્ણય લેવા માટે અપીલ કરેલ હતી. આખા ગુજરાતમાં સૌપ્રથમ આ અંગે ચિંતા કરીને ૯ એપ્રિલના ભવિષ્યના તથ્યો અને તર્ક આપી ધારદાર રજુઆત કરેલ હતી. જેના સફળ સ્વરૂપ લાખો વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા પરીક્ષા લીધા વગર સેમ.-ર અને સેમ.-૪ ના વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપવાની જાહેરાત કરીને વિદ્યાર્થીઓને ટેન્સન મુકત કરેલ છે જે બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રીશ્રી, સર્વે સેન્ડીકેટ સભ્યશ્રીઓનો વિદ્યાર્થીઓ વતી આભાર વ્યકત કરીએ છીએ.

(3:38 pm IST)