Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વોર્ડ નં.૯ની બે સોસાયટીઓમાં પાણીનો દેકારોઃ વાલ્વ ખરાબ થઇ ગ્યો

દિપક-નેમીનાથ સોસાયટીમાં પ થી ૬ કલાક મોડુ પાણી વિતરણ કરવુ પડયું: ઇજનેરોએ તાબડતોબ બિલ્ડીંગ કરીને વાલ્વ રીપેર કર્યો

રાજકોટ, તા., ૨૬: કાળઝાળ ગરમીમાં આજે સવારે વોર્ડ નં. ૯નાં ગાંધીગ્રામ વિસ્તારમાં  પાણી નહી મળતા ગૃહીણીઓમાં જબરો દેકારો બોલી ગયો હતો અને સ્થાનીક કોર્પોરેટરને ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે વાલ્વ ખરાબ થઇ જતા પાણી અટકી ગયાનું ઇજનેરી સુત્રોએ જણાવ્યું હતું. 

આ અંગે લતાવાસીઓમાં સવારે ઉઠવા પામેલી ફરીયાદ મુજબ આ કાળઝાળ ઉનાળામાં વોર્ડ નં. ૯ માં આવતી ગાંધીગ્રામ વિસ્તારની દિપક સોસાયટી અને ઙ્ગનેમીનાથ સોસાયટીની અંદાજે પ૦૦ની વસતીને આજે સવારે પાણી નહી મળતા જબરો દેકારો બોલી ગયો હતો અને ગૃહીણીઓ અને સ્થાનીક મહિલા કોર્પોરેટરને પાણી નહી મળવા અંગે ઉગ્ર રજુઆતો કરી હતી. દરમિયાન આ બાબતે ઇજનેરી સુત્રોએ જણાવ્યું હતું કે ઉકત બન્ને સોસાયટીનાં પાણી વિતરણનો મુખ્ય ૧૫૦નો વાલ્વ ખરાબ થઇ ગયો હતો તેથી સવારે પાણી વિતરણ થઇ શકયુ ન હતુ અને તાબડતોબ વેલ્ડીંગ કરીને વાલ્વ રીપેર કરાયો હતો. ત્યાર બાદ બપોરે ર વાગ્યાથી ઉકત બંન્ને સોસાયટીઓમાં પાણી વિતરણ શરૂ કરી દેવાતા રહેવાસીઓને હાશકારો થયો હતો.

(3:36 pm IST)