Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

નવરંગ કલબ દ્વારા ઓર્ગેનિક કેસર કેરી રૂ. ૬૦૦ની ૧૦ કિલો

મધ પ૦૦ ગ્રામના રૂ. ૧ર૦: પોર્ટેબલ ચબુતરા ડીસ રૂ. ૧૦ માં: મવડી પ્લોટમાં વેચાણ વ્યવસ્થા

રાજકોટ :.. નવરંગ નેચર કલબ દ્વારા ઓર્ગેનિક કેસર કેરી (કાચી) (૬૦૦ રૂ.૧૦ કિલો) અને મધ (૧ર૦ રૂ. પ૦૦) ગ્રામનું વેચાણ શરૂ થયું છે.

ઓર્ગેનીક કેસર કેરી ગીરની પ્રખ્યાત કેસર કેરી ખેડુતો સીધા વેચાણ માટે અહી આવે છે. આ કેરી કણે ચડેલી કાચી હોઇ ઘરે પકાવી શકાય છે, દરેક કેરીને અલગ અલગ કાગળમાં વીટી કપડા પર પાથરી તેની ઉપર કપડુ ઢાંકી પવન નો લાગે તેવી જગ્યાએ રાખવાથી ૪-પ દિવસમાં પાકી જાય છે.

મધ (પ્રવાહી સોનુ) : મધ ના સેવનથી વજન ઘટે છે, લીવર કીડની ને ફાયદો થાય છે. ચરબી ઓછી કરે છે. કબજિયાત દુર થાય છે. સવારે નાસ્તામાં રોટલી સાથે ખાય શકાય. અહી માત્ર ૧ર૦ રૂપિયા પ્રતિ પ૦૦ ગ્રામના હિસાબે વેચાણ થાય છે, મધ અને લીંબુ પાણી પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા (ડીસ) : આ ડીસના ઢાંકણામાં કોઇ પણ બોટલ ફીટ થઇ શકે છે. બોટલમાં અનાજ ભરી ઉંધી ટાંગવાથી પક્ષીઓને ચણ મળી છે, આનો ફાયદો એ છે કે તે સસ્તી છે અને પાણીની ખાલી બોટલોનો ફરીથી ઉપયોગ થઇ શકે છે એકની કિંમત ૧૦ રૂપિયા છે. હાલ વેચાણ વ્યવસ્થા મવડી પ્લોટ, લક્ષ્મીનગર મેઇન રોડ, અશોક ગાર્ડનની બાજુમાં મણીનગર-૧, રાજ મોબાઇલ પાસે રાજકોટ ખાતે કેરીની સીઝન ચાલે ત્યાં સુધી દરરોજ સમય સવારે ૮.૩૦ થી ૩ વાગ્યા સુધી રહેશે. વધારે વિગતો માટે વી.ડી. બાલા મો.૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક  થઇ શકે છે. (પ-ર૭)

(2:40 pm IST)