Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લો-સ્ટુડન્ટોની પરિક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવા બી.સી.આઇના ચેરમેનને પત્ર પાઠવાયો

એલ.એલ.બી.ના પરિણામો મોડા આવે તેમ હોય પરિક્ષા મોડી કરવા મેમ્બર દિલીપભાઇ પટેલ દ્વારા રજુઆત

રાજકોટ,તા.૨૬: ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ઇન્ડીયાના મેમ્બર વકીલોના પ્રશ્ને સૌથી વધુ જાગૃત એવા દિલીપ પટેલે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેનને ઓગસ્ટ મહીનામા લેવાનાર પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવા પત્ર લખી જણાવેલ છે.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા નવા એડવોકેટોને  બે વર્ષની અંદર એ.આઇ.બી. એકઝામ પાસ કરવાની હોય છે અને આ પરીક્ષાના કાર્યક્રમોની તારીખ નકકી થઇ ચુકેલ છે. હાલના સંજોગો જોતા લોકડાઉન ચાલી રહેલ હોય, કયારે ખુલ્લે ને નકકી ન હોય, ૨૫/૩થી ભારતની અનેક બાર કાઉન્સીલોમાં એનરોલમેન્ટ કાર્ય બંધ છે, ઓફીસો બંધ હતી.

એલ.એલ.બીની પરીક્ષા યુ.જી.સી.ની માર્ગદર્શિકા મુજબ જુલાઇમાં યુનિવર્સિટીએ પરીક્ષા લેવી પડે અને તેનું પરિણામ ઓગસ્ટમાં આવે પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૯/૭/૨૦૨૦ રાખવામાં આવેલ છે. આ સમય ગાળામાં અઢી માસથી એક પણ એનરોલમેન્ટ બાર કાઉન્સીલે કરેલ નથી. મોટી સંખ્યામાં એનરોલમેન્ટ કાર્ય બંધ છે અને વર્તમાન પરિસ્થિતિમાં એનરોલ્ટ કરી નંબર પાડવા મુશ્કેલ છે.

આ તમામ હકીકત ધ્યાને લઇ ઓગસ્ટ મહીનામાં એ.આઇ.બી.ઇની પરીક્ષા સપ્ટેમ્બર અથવા ત્યારબાદ લેવામાં આવે તો છેલ્લા સેમીસ્ટરની એલ.એલ.બીના વિદ્યાર્થીઓને તેના લાભ મળી શકે અને અનેરોલમેન્ટ બાકી હોય તેવા વિદ્યાર્થી પરીક્ષા આપી શકે માટે તેમને તક આપવા પરીક્ષા પાછળ કરવા બાર કાઉન્સીલના સભ્ય દિલીપ પટેલે ચેરમેન મનન મીશ્રાને રજુઆત કરેલ છે.

(2:39 pm IST)