Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ત્રંબાના જરૂરીયાતમંદ શ્રમીક પરિવારોને રાશનકીટ વિતરણ

લોકડાઉનમાં મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહાય પહોંચાડતા રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ શહેરની ભાગોળે રાજકોટ ભાવનગર હાઇવે પર આવતા ત્રંબા - કસ્તુરબા ધામ ખાતે જરૂરતમંદ લોકોને સહાય પહોંચાડવામાં ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ નિમિત્ત્। બન્યા હતા. ત્રંબા પાસે ત્રિવેણી દ્યાટ ના પુનરોદ્ઘાર માટે પણ એમણે ભૂતકાળમાં કરેલા પ્રયાસ ઉલ્લેખનીય છે. પ્રથમ લોક ડાઉન થી જ રાજુભાઇ અને એમના સાથીઓ વિવિધ અન્ન ક્ષેત્ર, જગ્યાઓ, સંસ્થાઓની મુલાકાત લઇ જરૂરિયાતમંદ લોકોને યથા યોગ્ય મદદ કરી રહ્યા છે. લોકડાઉન ૧ ની શરૂઆત થી ૫૫  દિવસ દરમિયાન  રાજુભાઈ ધ્રુવે બે તબક્કામાં ત્રંબા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ ગરીબ અને શ્રમિકોના  પરિવારોને રાશન કીટ્સ તથા રોકડ રકમ નું વિતરણ કર્યું હતું.  કચરો વીણતાં, પ્લાસ્ટિક વીણતાં અને ખેતમજૂરો ના પરિવારોની ઘેર ઘેર મુલાકાત લઇને તેમની વ્યથાને સાંભળીને યથાશકિત હુંફ આપવાનો મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો.  રાજુભાઈ દ્વારા જણાવવામા આવ્યું હતું કે હાલ લોકડાઉન દરમિયાન રાજકોટ -સૌરાષ્ટ્ર ની વિવિધ સંસ્થાઓ દ્વારા ગરીબોની   મદદ કરવામાં આવે છે પરંતુ બધા લોકો બધી જગ્યાએ પહોંચી શકતા નથી તેથી દ્યણા લોકો તેનાથી વંચિત પણ રહે છે. અને તેથી જ અહી ત્રંબા ખાતે રહેતાં આ ગરીબ લોકો માટે મદદ પહોંચાડવાનો  પ્રયાસ કરવામાં આવ્યો  હોવાનું જણાવેલ. આ કાર્યમાં સંજયભાઈ ત્રાપસીયા, જગદીશભાઈ રદ્યાણી સરપંચ નીતિનભાઈ રૈયાણી, ઉપ સરપંચ મનુભાઈ ત્રાપસીયા, અગ્રણીઓ શ્રી રજનીભાઇ તથા બટુકભાઈ ખૂંટ, મૂળજીબાપા ખૂંટ, કિરીટભાઈ ગોરસિયા,  સંજયભાઈ લોટીયા, તેજસ ગોરસિયા,  નવીનભાઈ ભૂપતાણી,  રમેશભાઈ કાલાવડીયા વિગેરે સાથે જોડાયા હતાં. 

(2:38 pm IST)