Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ગાંધીગ્રામ કવાર્ટરમાં જીન્નતબેનને પડોશીએ ધોકા-પાઇપથી માર માર્યો

નશાખોર સાથે ઝઘડો કરી રહેલા અજીત અને તેના પુત્રો રફિક તથા ઇમરાને ધ્યાન રાખવાનું કહેતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૬: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આરએમસી કવાર્ટરમાં રહેતાં જીન્નતબેન હુશેનભાઇ શાહમદાર (ઉ.૪૫)ને સાંજે ઘર પાસે હતાં ત્યારે ઉપરના માળે રહેતાં અજીતભાઇ તથા તેના બે પુત્રો રફિક અને ઇમરાને ઝઘડો કરી ગાળો દઇ ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જીન્નતબેનના કહેવા મુજબ અજીતભાઇ સહિતના લોકો એક નશાખોરને મારકુટ કરતાં હોઇ પોતે ત્યાંથી નીકળતાં પોતાને હાથ અડી જતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં પોતાના પર હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(12:55 pm IST)