Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તાવથી બિહારી યુવાન પ્રદ્યુમન પાસવાનનું મોત

રાજકોટ તા. ૨૬: ગોકુલનગર મેઇન રોડ પર સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં બિહારી યુવાનનું તાવથી મોત થયું છે.

સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફિલ્ડ મેટલ નામના કારખાના પાસે રહેતો અને મજૂરી કરતો પ્રદ્યુમન હરેન્દ્રભાઇ પાસવાન (ઉ.વ.૨૫) કેટલાક દિવસથી તાવ આવતો હોઇ બિમાર હતો. રિપોર્ટ થતાં ટાઇફોડ હોવાનું નિદાન થતાં સારવાર ચાલુ હતી. ગઇકાલે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ. ડી.જે. જાડેજા અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર તેના ભાઇ સાથે રાજકોટ રહેતો હતો અને અપરિણીત હતો. મૃતદેહને વતન લઇ જવાની વ્યવસ્થા કારખાના માલિકે કરી આપી હતી. બનાવથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

(12:54 pm IST)