Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ : ચીરાગ અને મીહિર પકડાયા

બંનેએ હાર્દિક નામના શખ્સ પાસેથી બાઇક ખરીદ કર્યાની કબુલાત

રાજકોટ, તા. ર૬ :  ભાભા હોટલ નજીક આવેલી સેલ્સ એજન્સી પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતા.  મળતી વિગત મુજબ ભાભા હોટલ નજીક આવેલ કાન્તી સેલ્સ એજન્સી પાસે બે શખ્સો ચોરાઉ બાઇક સાથે ઉભા હોવાથી ક્રાઇમ બ્રાંચના રાજદીપસિંહ ગોહીલ અને સ્નેહભાઇ ભાદરકાને બાતમી મળતા પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, રાજદીપસિંહ, હેડ કોન્સ. ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ સહિતે દરોડો પાડી નંબર વગરના ચોરાઉ બાઇક સાથે ચીરાગ ધીરાજલાાલભાઇ ત્રાંબડીયા (ઉ.વ.૩૧ ) (રહે. ચંદ્રેશનગર ખીજડા વાળો રોડ) અને મિહીર વિઠ્ઠલભાઇ બોરસણીયા (ઉ.વ.૩૦) (રહે. આદિત્ય પાર્ક શેરી નં. ૧/૬ બાલાજી હોલ પાસે, ને પકડી લીધા હતા. પુછપરછમાં બંનેએ બે વર્ષ પહેલા હાર્દિક નામના શખ્સ પાસેથી બાઇક ખરીદ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બાઇકના એન્જીન અને ચેસીસ નંબર પરથી તપાસ કરતા આ બાઇક વાંકાનેરના  વણજારા ગામના પરબતભાઇ વાઢેરનું હોવાનું જાણવા મળ્યું છે.

(3:59 pm IST)
  • મમતાના પ્રધાન ઉપર બોમ્બ ઝીંકાયો : બેની ધરપકડ : મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ સરકારના પ્રધાન ઝાકીર હુસેન ઉપર બોમ્બ હુમલા અંગે બેની પશ્ચિમ બંગાળ સીઆઇડીએ ધરપકડ કર્યાનું જાહેર થયું છે. access_time 3:55 pm IST

  • એફિલ ટાવરથી પણ ઊંચા ભારતના ગૌરવની તસ્વીર : રેલમંત્રીએ આપી જાણકારી :જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો પુલની કામગીરી અંતિમ તબક્કામાં : રેલવે મંત્રીએ તસ્વીર શેર કરી : કટડા -બનિહાલ વચ્ચે રિયાસીમાં ચિનાબ નદી પર આ પુલનું નિર્માણ access_time 1:20 am IST

  • ભારતીય ટીમના બોલર યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃતિ : આજે યુસુફે ઍકાઍક જાહેરાત કરતાં જણાવેલ કે તેઓઍ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી છે : યુસુફ પઠાણે તેમની કારકિર્દીમાં ૫૭ વન ડે અને ૨૨ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે : તેઓની કારકિર્દીમાં અનેક સિમાચિન્હરૂપ ઈનિંગ્સનો સમાવેશ થાય છે : યુસુફઍ ઍક ફાંકડા ફટકાબાજ તરીકે પણ લોકચાહના મેળવેલ access_time 5:23 pm IST