Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

કેવલમ આર.એમ.સી. કવાર્ટર ખાતેથી ૫૪ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે રાજદીપ ચૌહાણને ગાંધીગ્રામ-૨ (યુનીવર્સીટી) પોલીસે પકડ્યો: અગાઉ પણ દારૂના ત્રણ ગુનામાં પકડાયો હતો

dir="auto"> 
રાજકોટ : યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ડી. સ્ટાફ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ જેન્તીગીરી ગૌસ્વામીને ખાનગી રાહે મળેલઈ બાતમી પરથી કેવલમ આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં.૩૫ની પાછળ દિવાલ પાસેથી રાજદીપ વિજયભાઇ ચૌહાણ (રજપુત) (ઉ.વ.૨૩ ધંધો માલઢોર રહે, ગુ.હા.બોર્ડ બ્લોક નં.એલ-૧-૯ રવિપાર્ક મેઇન રોડ પ્રેમમંદીર પાછળ)ને રૂ. ૫૪ હજારના ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ શખ્સ અગાઉ પણ દારૂના ત્રણ ગુનામાં યુનિવર્સિટી અને તાલુકા પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી  મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે.દિયોરાની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.વોરા પો.હેડ કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા તથા પો.કોન્સ જેન્તીગીરી ગૌસ્વામી, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલએ આ કામગીરી કરી હતી.
(12:04 pm IST)