Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

રાજકોટમાં ૭૧માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે આન-બાન-શાન સાથે રાજયપાલ દેવવ્રતે તિરંગો લહેરાવી સલામી આપી, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તિરંગાને સલામી આપી માર્ચપાસ્‍ટમાં જોડાયા: રાજકોટના રેસકોર્ષ મેદાનમાં જનમેદની ઉમટી પડી : ઉત્‍સાહનો માહોલ

રાજકોટરાજકોટમાં 71મા ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં રાજ્યપાલે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતુ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભાગ લીધો હતો સાથે સાથે મુખ્ય સચિવ, DIG સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ બેન્ડ દ્વારા પરેડ કરવામાં આવી હતી. નેવી, એરફોર્સ અને આર્મી, દ્વારા પરેડ કરાઈ હતી. પ્રથમ બિહારથી અને બીજી પલટન મધ્યપ્રદેશની હતી. ચેકત કમાન્ડો ,મરીન કમાન્ડો, SRP દ્વારા પરેડ કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા પરેડ કરાઈ હતી. દ્વારકા , મોરબી પોલીસ દ્વારા પરેડ કરાઈ મહિલા પોલીસ પરેડમાં જોડાઇ હતી.

 

(11:47 am IST)
  • પ્રજાસતાક દિન નિમિતે જમ્મુ-કાશ્મીરમાં આંતર રાષ્ટ્રીય બોર્ડર અને લાઈન ઓફ કંટ્રોલ ઉપર પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પાકિસ્તાની દળો સાથે મીઠાઈની આપ-લે કરવામાં આવી નથી access_time 11:22 pm IST

  • રાજકોટના આટકોટ બસ સ્ટેન્ડ પાસે એક યુવકની હત્યા : આરોપી ભૂંગળા બટેટાનો ધંધો કરતો હતો access_time 3:58 pm IST

  • કેરળમાં સીએએ પાછો ખેંચવાની માંગ સાથે 620 કિલોમીટર લાંબી માનવ શ્રુંખલા બનાવી વિરોધ પ્રદર્શન કરાયું : 60 થી 70 લાખ લોકો જોડાયા હોવાનો દાવો : પ્રજાસતાક પર્વે સતાધારી એલડીએફને નેતૃત્વમાં 620 કિલોમીટર માનવશૃખલા બનાવી બંધારણની શપથ લીધી access_time 12:46 am IST