રાજકોટ
News of Sunday, 26th January 2020

રાજકોટમાં ૭૧માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે આન-બાન-શાન સાથે રાજયપાલ દેવવ્રતે તિરંગો લહેરાવી સલામી આપી, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તિરંગાને સલામી આપી માર્ચપાસ્‍ટમાં જોડાયા: રાજકોટના રેસકોર્ષ મેદાનમાં જનમેદની ઉમટી પડી : ઉત્‍સાહનો માહોલ

રાજકોટરાજકોટમાં 71મા ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં રાજ્યપાલે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતુ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભાગ લીધો હતો સાથે સાથે મુખ્ય સચિવ, DIG સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ બેન્ડ દ્વારા પરેડ કરવામાં આવી હતી. નેવી, એરફોર્સ અને આર્મી, દ્વારા પરેડ કરાઈ હતી. પ્રથમ બિહારથી અને બીજી પલટન મધ્યપ્રદેશની હતી. ચેકત કમાન્ડો ,મરીન કમાન્ડો, SRP દ્વારા પરેડ કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા પરેડ કરાઈ હતી. દ્વારકા , મોરબી પોલીસ દ્વારા પરેડ કરાઈ મહિલા પોલીસ પરેડમાં જોડાઇ હતી.

 

(11:47 am IST)