Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રૈયાધાર, શાંતીનગર, ગાંધીગ્રામ અને કીટીપરામાં દેશી દારૂની ડ્રાઇવઃ ૧૩ ઝડપાયા

યુનિવર્સિટી, ગાંધીગ્રામ અને પ્રનગર પોલીસની કામગીરી

રાજકોટઃ શહેરના અલગ-અલગ વિસ્તારમાં દારૂ-જુગારની ચાલતી પ્રવૃતિને નાબુદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી અલગ અલગ વિસ્તારમાં દેશી દારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ. એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી. જાડેજા સહિતના સ્ટાફે રૈયાધાર તથા યુનિવર્સિટી રોડ શાંતીનગર મફતીયાપરામાંથી રૈયાધાર મફતીયાપરાના રાયસિંગ કેશુભાઇ વાઘેલા, કંકુ કેશુભાઇ વાજેલીયા, વિક્રમ કેશુભાઇ વાઘેલા, વસંત બટુકભાઇ મકવાણા તથા હરેશ મનજીભાઇ ચૌહાણને રૂ.૬૪૦ની કિંમતના દેશી દારૂ સાથે તથા ગાંધીગ્રામ પોલીસ મથકના ઇન્ચાર્જ પી આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. જે.જી.રાણા સહિતના સ્ટાફે દરોડા પાડી રૈયા રોડ છોટુનગર મફતીયાપરાની મુન્ની રવીભાઇ વાજેલીયાને ૧૪૦ના દેશી દારૂ સાથે તથા જામનગર રોડ કૃષ્ણનગરના રમેશ અવચરભાઇ ઉકેડીયાને પકડી લીધા હતા. જયારે શિવપરાના આશીષ ભગવાનજીભાઇ રાઠોડની શોધખોળ આદરી છે. જયારે પ્રધ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ.કે.ડી.પટેલ સહિતના સ્ટાફે કીટીપરામાં દરોડા પાડી પાંચ શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી અને રીઢા બુટલેગરોને પણ ચેક કરવામાં આવ્યા હતા.

(3:33 pm IST)