Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કોઠારીયાના રિધ્ધી સિધ્ધી વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજયઃ રજૂઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૮ ના રિધ્ધી સિધ્ધી સોસાયટીના નાલાના પુલથી રાધે હોટલ સુધીનો રોડ-રસ્તો ખાડા ખરબ ચરડા ગારાની કિચકાણવાળો થઇ ગયેલ હોવાથી તે રોડ રસ્તા ઉપર અવર-જવર કરતા હળવા ભારે વાહન તથા સાયકલ ચલાવનાર તથા પગપાળા હલન ચલન કરતા લોકો ત્રાહીમામ પોકારી ગયેલ હોવાથી આ વિસ્તામાં નવો ડામર પેવર રસ્તો તાત્કાલીક બનાવી અપાવો તથા રોડ-રસ્તાની સાઇડના  બાજુના વોંકળા ગટર - કેનાલની અંદર કાદવ-કીચડ કચરો કઢાવી સફાઇ કરાવીને ભાંગલ ટુટલ ઢાંકણા બદલવા તથા એલ. ઇ. ડી. સ્ટ્રીટ લાઇટો તાત્કાલીક મુકાવી સહિતના પ્રશ્ને યોગ્ય કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(4:22 pm IST)