Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સર્વાંગ સુંદર નગર સંયોજનના આદર્શસમુ, હોંશેહોશે માણવા જેવું હોંગકોંગ

હોંગકોંગના પ્રાકૃતિક સૌંદર્ય અને ત્યાંના સ્મેશ કલ્ચરલ ગ્રુપ સાથે સિંધવ દંપતિ

રાજકોટ : સુવિખ્યાત હોલીવુડ એકટર જેકી ચાંગનું વતન હોંગકોંગ ગ્લોબલ ઇકોનોમી ફ્રીડમ ઇન્ડેકસમાં વ્યાપારીક ખુલ્લાપણુ તથા આર્થિક પ્રગતિના કેન્દ્રવર્ત ઘટકો જેવી ઘણી બાબતોમાં વિશ્વમાં પ્રથમ સ્થાનનું શહેર છે. અડધુ દરિયાકાંઠાની ભૂમી પર, બાકીનું દરિયાઇ ખાડી, શહેર ફરતા પર્વતો ઉપર તથા તેના તળીયે વસેલુ પ્રાકૃતિક અને બધી રીતોની વ્યવસાયીક સૌદર્યસભર આ અદભૂત નગર વૈશ્વિક વિવિધ વ્યાપારનું જબરદસ્ત હબ ગણાય છે. નાના ક્રાઇમ નહિવત પરંતુ કરોડ પાંચ કરોડના ક્રાઇમ તેમજ અંડરવર્લ્ડ માફીયા ડોન પોતાના અબજોના વેપાર માટે વિશ્વકક્ષાનો દરજજો ધરાવે છે. અહીના લોકો રસોડે રાંધવાની સીસ્ટમ જ નથી. કાંતો રેસ્ટોરન્ટમાં જમવુ અથવા પાર્સલ ઘરે મંગાવી જમવુ બસ. તેથી હોટલ તથા રેસ્ટોરન્ટ ઉદ્યોગ પુરબહારમાં ધમધમે છે. આવા શહેનશાહી શહેરમાં આપણા દેશના સિંધી, મારવાડી, ગુજરાતી તથા પંજાબી વિ.નું પ્રમાણ સારૂ એવુ છે. ગુજરાતીઓની સંખ્યા ૭-૮ હજાર હશે. જેનો મુખ્ય વ્યવસાય હિરા તથા જવેલરીનો વિશેષ છે. આ લોકોનું શહેર કક્ષાનું કોઇ એશોસિએશન નથી. ધંધા ઉદ્યોગ સિવાય ૨૫-૩૦ ના ફેમીલી જૂથો નોરતા કે ગણેશોત્સવ ઉજવે. સાહિત્યિક રમત ગમત કે અન્ય સાંસ્કૃતિક પ્રવૃતિ નહિવત. આ માટેની જાણકારી જ ઓછી.

મારા સંપર્ક સુત્ર દ્વારા ત્યાના થોડા જૂથો માહેના થંડર સ્મેશ કલ્ચેલ ગૃપે નાટક સંગીત વિશે માહિતી ભવિષ્યે આવુ કંઇ કરવા, શિખવાના આયોજન માટે મને આમંત્રણ મોકલ્યુ. વર્ષાદિ તથ ત્યા ફકત શનિ રવિ જ ચાલતા આંદોલનમાં આવેલ એકાએક હિંસક તીવ્રતાને કારણે આ આયોજન પર થોડી અસર ને કારણે ઉપસ્થિતિની સંખ્યા પાંખી રહી હોવા છતા બે સ્થળોએ હજુ કરેલ નાટય સંગીત વિશેની વિવેચનામાં તેની સર્વાંગ સમજ અભિનય ડેમોસ્ટ્રેશન તથા ગાયકી સાથે આપતા એ સૌ ગુજરાતી મિત્રોમાં ભવિષ્યે આવુ કંઇક (નાટક સંગીત) કરવાનો સંચાર પ્રાદુર્ભાવિત થતો અનુભવાયો. તેથી તે માટે કાર્યાન્વિત થવા માર્ગદર્શન પણ આપ્યુ. ગૃપના ભાર્ગવ પટેલ, નીલ ખેર તથા જેમીસ પટેલ આ માટે પ્રતિબધ્ધ  થઇ ગદગદીત થયા. આભાર માન્યો મારી આ સેવા માટે.

હવે જાણીએ હોંગકોંગની ખૂબી ખામીઓને. આ બાબતની નોંધ ભાવાવેશથી નહી, તટસ્થ રીતે થવી જોઇએ. અહી ખામીઓ ખાસ મળે નહી. અહીના લોકો માં થોડુ ડીપ્રેશન જોઇ શકાય તથા હૃષ્ઠપૃષ્ઠ શરીર અને સૌદર્ય પરથી નજર હટાવવી મુશ્કેલ. આવી ખૂબીઓની તો હોંગકોંગમાં ભરમાર. આંખોને ઠારે તેવું અહીનુ પ્રાકૃતિક સૌદર્ય બેનમુન. લીલાછમ પહાડો ચોતરફ, આશ્ચર્ય પમાડે એ બાબતનું કે તેના જંગલોમાં પંખીઓ પશુઓ કે પ્રાણીઓ બિલકુલ નહિવત ! એક ઉંચા પર્વત પરનું પીક પોઇન્ટ કે જેના ઉપરથી આખું હોંગકોંગ ચારેય દિશાનુ જોઇ શકાય. જયાં પહોચવા ૧૦ કીમી સુધી રોપવેમાં બેસી જવુ પડે તે અનેકો માહેના સૌથી ઉચા પહાડ પરની બીગ બુધ્ધા (બુધ્ધ ભગવાન)ની મહાકાય મુર્તી. દરિયો પુરી તેના પર બનાવવામાં આવેલ આલાગ્રાન્ડ વિશાળ એરપોર્ટ, જયાથી દિવસ દરમિયાન (રાત્રે નહી) દર ૩ થી પ મિનિટે એક એર ક્રાફટ ઉડાન ભરે છે. અત્યંત અર્વાચીન એવુ અદભૂત સાયન્સ ભવન, માઇલો સુધીનો બાંધી લીધેલો બાગાયત સાથેનો વૈવિધ્યતા સભર વિકટોરીયા હાર્બર, નિરવ શાંત અને નેચરલ બ્યુટીનો અહેસાસ કરાવતુ સ્થળ એટલે તાઇપો. અર્બન કાઉન્સીલ સેન્ટેનરી ગાર્ડન અને તે માટેના ચિતાકર્ષક બિલ્ડીંગમાં એનર્જી પ્લાઝા. નેવલુન ગ્રેડ પાર્ક જયા જોઇને જ એનર્જી વધી જાય તેવા કુંગફુ અને કરાટે આર્ટના જબ્બર સ્ટેચ્યુઝનું સ્થાપન. ૫૦ થી ૬૦-૭૦ માળનો બિલ્ડીંગો તો અહી અનેક. તેની વચ્ચે વિશ્વનું પાંચમા ક્રમનું ૯૫ માળનુ બિલ્ડીંગ નોખુ જ તરી આવે. આવુ બધુ અત્યાંતિક સુંદર ઘણુ બધુ અહી હશે જે જોઇ શકાયુ ન હોય.

અહીના સુઘડ નગર બ્યુફીકેશનને પ્રવેશવા શબ્દો ખાસ શોધવા પડે. છકરો રીક્ષા, રીક્ષા, ટ્રેકટર, ચા પાનના ગલ્લાકે ફૂટપાથ પરના દબાણો કયાવ જોવા ન મળ્યા. પાર્કિંગ પ્રોબલેમને કારણે બહુ જુજ લોકો જ ફોર વ્હીલર વસાવે છે. લોકો પરિવહનના ભૂમી પર અને દરિયા નીચે ચાલતી મેટ્રો ટ્રેન્સ ખાનગી સરકારી બસો તથા ટેકસીનો જ ઉપયોગ કરે છે. પાંચ દસ મિનિટમાં આ બધુ મળી જાય. ટ્રાફીક સીગ્નલોથી જ ટ્રાફીક કંટ્રોલ. કયાંય પોલીસ જોવા મળે નહી. જાહેર ટોયલેટ ફાઇવ સ્ટાર હોટલના રૂમ જેવા ગંદકી કચરો કયાંય નહી. બધુ સુધડ તે સુંદર સુંદર જ.

તા. ૧ થી ૧૪ સપ્ટે.ના વર્લ્ડ બેસ્ટ હોંગકોંગના મારા નાટય સંગીત સાંસ્કૃતિક પ્રવાસની આ સહજ ઝલક છે. અમિતાભ બચ્ચને કચ્છ વિશે જેમ કહ્યુ છે, કે જીસને કચ્છ નહી દેખા, ઉસને કુછ નહી દેખા, હોંગકોંગ માટે હું કહીશ કે  જીસને હોંગકોંગ દેખા, ઉસને સબકુછ દેખા. હોંગકોંગના સર્વાંગ સૌદર્ય માટે વધુ એક શિરપાલ Beauty is signature of god on the earth શકયતઃ હોંગકોંગ માટે કદાચ આ સાચુ જ છે.

(આલેખન : કૌશિક સિંધવ -

મો.૭૩૫૯૩ ૨૬૦૫૧)

(4:18 pm IST)