Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ગોવિંદપરામાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ પત્તા ટીચતી ૬ મહિલા પકડાઇ

મકાન માલીક નીરૂ સોઢા, દિવ્યા દેવડા, દક્ષા દવે, ઇલા ધોળકીયા, ખુશ્બુ કકકડ અને સરોજ સોનરાતની ધરપકડ

રાજકોટ તા. રપઃ લક્ષ્મીવાડી મેઇન રોડ પર ગોવિંદપરામાં મહિલા સંચાલીત જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતી છ મહિલાને પકડી લીધી છે.

મળતી વિગત મુજબ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંઘની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. પી. બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, રણજીતસિંહ, પ્રતાપસિંહ, દેવાભાઇ, ભાવેશ, મનિષભાઇ, વાલજીભાઇ, હિતેષભાઇ અને રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે લક્ષ્મીવાડી મેઇન રોડ પર ગોવિંદપરા શેરી નં. ૧ માં રહેતી નીરૂ મેહુલભાઇ સોઢા (ઉ.વ. ૩૪) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક નીરૂ સોઢા તથા મવડી વિનાયકનગર-૬ની દિવ્ય વિજયભાઇ  દેવડા (ઉ.વ. ૩૦), દોઢસો ફુટ રોડ આકાશદીપ સોસાયટીની દક્ષા હીતેષભાઇ દવે (ઉ.વ. ૩૩), મવડી નવલનગર-૩ની ઇલા જગદીશભાઇ ધોળકીયા (ઉ.વ.૩૩), રૈયા ચોકડી પાસે ગીરીરાજ એપાર્ટમેન્ટમાં રહેતી ખુશ્બુ વિનોદભાઇ કકકડ (ઉ.વ. ર૯) અને પુનીતનગર પાસે કર્મચારી સોસાયટીની સરોજ વિજયભાઇ સોનરાત (ઉ.વ. ૩પ) ને પકડી લઇ રૂ. ૧રર૩૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(4:14 pm IST)