Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શનિવારે પ્રજાપતિ સમાજ દ્વારા વેલકમ નવરાત્રી

૧ લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ્સના સથવારે પાંચ હજાર ખેલૈયાઓ રાસે રમશેઃ બીજા વર્ષે આયોજન

રાજકોટઃ તા.૨૫, સતત બીજા વર્ષે એક દિવસીય સમસ્ત પ્રજાપતિ સમાજની રાત્રી, વેલકમ નવરાત્રી એટલે પ્રજાપતિ જ રાસોત્સવ ૨૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પારિવારિક વાતાવરણમાં ૫ હજારથી વધુ ખેલાયાઓ મનમુકીને રાસ રમશે.

જેમ જેમ નવરાત્રી નજીક આવે તેમ તેમ રાજકોટના ખૈલેયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિની ભારતીય પરંપરાના માં આદ્ય શકિતના આરાધનાના તહેવાર સમા નવરાત્રીમાં રાજકોટના પ્રજાપતિ સમાજના રાસ રસીયા ખૈલેયાઓ માટે સતત બીજા વર્ષે કંઈક નવું કાપલના હેતુસર પ્રજાપતિ રાસોત્સવ ૨૦૧૯ નું જાજરમાન આયોજન  તા.૨૮ના શનિવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી વેલ્વેટ પાર્ટી પ્લોટ, (સિનર્જી હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, અયોધ્યા ચોક)  ખાતેના વિશાળ પટાંગણમાં ચુસ્ત બાઉન્સર સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે ૫ હજાર થી વધુ ખૈલેયાઓ રમી શકે અને ૧૦૦૦ કે વધુ લોકો બેસીને નિહાળી શકે તેમજ વી.વી.આઈ.પી બેઠક વ્યવસ્થા, સુંદર મંડપ ડેકોરેશન કરવામાં આવ્યું છે.

કંઈક નવું જ ૧ આપવાના ભાગરૂપે ગ્રાઉન્ડમાં ૧૦૦ થી વધુ લાઈટોનું ડેકોરેશન કરી રાત્રીના પણ દિવસ જેવું વાતાવરણ કરી દેવામાં આવશે. તેમજ વરસાદી વાતાવરણને પહોંચી વળવા આખા ગ્રાઉન્ડમાં પ્લાસ્ટીકની સાથે ઝાજમ અને મેટિંગ  પાથરવામાં આવશે.   હાઈ ફાય સાઉન્ડ સીસ્ટમ્સની ૧ લાખ વોલ્ટ ની ડીઝીટલ હાઈફાઈ લાઈન એરેર   સાઉન્ડના સથવારે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્લેબેક સીંગર આરીફ જારીયા, બિંદિયા ગઢવી, કોમલ જતાપારા, ઉદયદાન ગઢવી, સુરજ સોલંકી વગેરે પોતાના કામણગારા સુરોથી ખૈલેયાઓને મંત્રમુગ્ય કરશે તેમજ એન્કર ચંદ્રેશ ગઢવી   પોતાનું આગવી અદાથી રંગ જમાવશે. અનુભવી ટીમ ઓરકેસ્ટ્રાના યુવા સાંજીદાઓ ખૈલેયાઓ  ધુમ મચાવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેશ સવનીયા, અરવિંદ ગોહેલ, દિલીપ છાયા, પ્રવીણ કોરિયા, રાજન જાદવ, પ્રકાશ  પાણખાણીયા, રમેશ છાયા, વિજયભાઈ ગોહેલ, પ્રફુલ લાડવા, પ્રફુલ કુકડીયા વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રજાપતિ રાસોત્સવ ૨૦૧૯ માં પ્રિન્સ અને પ્રિન્સેસ થનારને ઈનામો આપવામાં આવશે. પાસ તેમજ વધુ વિગત માટે મો. ૭૨૦૩૦૧૦૧૦૧ ઉપર સંપર્ક કરવો. પાસની કિંમત જેન્ટસ રૂ ૧૦૦, લેડીઝ તથા બાળકો ફ્રી રાખવામાં આવેલ. છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:13 pm IST)