Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

આર.એમ.સી.કવાર્ટર અને ચુનારાવાડમાંથી દારૂની ર૭ બોટલ સાથે મીના અને પિયુષ પકડાયા

રાજકોટ તા. રપ : શહેરના ચૂનારાવાડ અને આર.એમ.સી. કવાર્ટર પાસેથી ક્રાઇમબ્રાંચે દરોડો પાડી દારૂની ર૭ બોટલ સાથે કોળી મહિલા સહિત બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પી આઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એમ. ધાખડા તથા હેડ કોન્સ ફીરોઝભાઇ શેખ સહિતે ચૂનારાવાડ શેરી નં. ૩માં દરોડો પાડી દારૂની ૯ બોટલ સાથે મીના વિજયભાઇ રાઠોડ (ઉ.ર૬) (રહે, ચુનારાવાડ શેરી નં.૬) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી જયારે બીજા દરોડામાંહેડ કોન્સ. અનીલભાઇ સોનારા તથા નિશાંતભાઇ પરમાર સહિતે કેવલમ રેસીડેન્સી સામે આર.એમ.સી. કવાર્ટરમાં દરોડો પાડી દારૂની ૧૮ બોટલ સાથે પ્રીયેશ ઉર્ફે આશીષ ઉર્ફે બેટરી અરવિંદભાઇ સોલંકી (ઉ.ર૦) (રહે. કેવલમ રેસીડેન્સી સામે આરએમસી કવાર્ટર બ્લોક નં. ર૯/૧૬/૯૪) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:11 pm IST)