Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

મેળવેલ ટેકનીકલ જ્ઞાનનો લાભ સમાજ સુધી પહોંચે તો જ લેખે ગણાય : લલિતભાઇ મહેતા

સ્ટેટ સ્ટુડન્ટસ એન્યુઅલ કન્વેન્શન ૨૦૧૯ નું વી.વી.પી. ઇજનેરી કોલેજ ખાતે સમાપન : વિજેતાઓને ઇનામોથી નવાજાયા

રાજકોટ : ઇન્ડીયન સોસાયટી ફોર ટેકનીકલ એજયુકેશન દ્વારા ગુજરાત રાજય સ્ટેટ કન્વેન્શન-ર૦૧૯ નું વી. વી.પી. ઇજનેરી કોલેજ ખાતે સમાપન થયુ હતુ. આ પ્રસંગે આઇ.એસ.ટી.ઇ. ગુજરાત સેશનના ચેરમેન પ્રો. કલ્પેશભાઇ ભાવસાર, સેક્રેટરી કમ ટ્રેજરર પ્રો. નિકુલ પટેલ, ઝોન-૪ જીટીયુના એસોસીએટ ડીન ડો. આર. જી. ધમસાણીયા, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિજેતાઓને ઇનામો અપાયા હતા. આ તકે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતાએ જણાવેલ કે આ કન્વેન્શનના માધ્યમથી જ્ઞાનનો તકનીકી લાભ સમાજને મળતો થશે. એમ્પ્લોયેબીલીટીના નીચા જતા આંકડા આપણને પ્રેકટીકલ તરફ ધ્યાન આપવા ટકોર કરે છે. ખાસ કરીને ઉદ્યોગોની આવશ્યકતાને ધ્યાને લઇ સીલેબસ ડીઝાઇન થાય તે જરૂરી છે. તો જ વિદ્યાર્થી ઉદ્યોગમાં નોકરી મેળવવા માટે અને ઉદ્યોગ નોકરી આપવા માટે સજજ બની શકશે. ડો. આર. જી. ધમસાણીયાએ આટલી સરસ ઇવેન્ટના આયોજન બદલ સમગ્ર ટીમને બીરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ ફેકલ્ટી કો-ઓર્ડીનેટર્સ પ્રો. શિલ્પાબેન કાથડ, પ્રો. પૂજા ચાવડા, સ્ટુડન્ટ કો-ઓર્ડીનેટર્સ હર્ષ વાછાણી, શૈલ શુકલા, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી. કન્વેન્શનની સફળતા બદલ મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરે, આર્કીટેકચર કોલેજના નિયામક કિશોરભાઇ ત્રિવેદી, પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખે અભિનંદન આપ્યા હતા.

(4:08 pm IST)