Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રઘુવંશી ખેલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશે

રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા સેલીબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતિભવ્ય આયોજનઃ સવા લાખ વોલ્ટ સાઉન્ડ સિસ્ટમ્સના સથવારે ખેલૈયાઓ ધૂમ મચાવવા સજ્જ : રોજેરોજ લાખેણા ઈનામો

રાજકોટ, તા. ૨૫ : જગત જનની માં આદ્ય શકતિને રીઝવવાનો તહેવાર નવલા નોરતા જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ લોકો રાસ ગરબાની રમઝટ બોલાવવા થનગની રહયા છે ત્યારે રાજકોટમાં લોહાણા સમાજ માટે 'અકિલા રઘુવંશી મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી રાસોત્સવની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. તા.૨૯ સપ્ટેમ્બરથી ૮ ઓકટોબર સુધી રઘુવંશી ખેલૈયાઓ સવા લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સથવારે ગરબે ઘૂમી માં જગદંબાની આરાધના કરશે. રઘુવંશી યુવા ગૃપ આયોજીત રાસોત્સવ સેલિબ્રેશન પાર્ટી પ્લોટ, રંગોલી પાર્ટી પ્લોટની બાજુમાં, કાલાવાડ રોડ ખાતે કરવામાં આવ્યું છે. 

નવરાત્રીમાં પ્રાચીન-અર્વાચીન ગરબામાં નવા-નવા સ્ટેપ્સ સાથે ધૂમ મચાવવા રદ્યુવંશી ખેલૈયાઓ સજ્જ બની ગયા છે. સિકસ સ્ટેપ, સનેડો, રંગીલો, ટીમલી, વેસ્ટર્ન સ્ટાઈલ સહિતના સ્ટેપ્સ સાથે યુવાહૈયુ મન મુકીને થીરકશે. યુવાહૈયું છેલ્લા બે માસથી રાસ-ગરબા કલાસીસમાં પરસેવો પાડી રહ્યું છે. રાસોત્સવ વૃંદગાયક સંગાથે માં શકિતની આરાધના, સવા લાખની સાઉન્ડ સિસ્ટમ, પ્રસિદ્ધ મ્યુઝિક ઓરકેસ્ટ્રા, સીસીટીવી કેમેરા, કડક સિકયોરીટી વિવિધ વ્યંજનોથી ભરપૂર કેન્ટીન તેમજ રઘુવંશી સમાજ એક જ તાંતણે સંપૂર્ણ પારિવારીક માહોલમાં યોજાશે.

રઘુવંશી રાસોત્સવમાં ભરત મહેતાનું મેડ મ્યુઝિક ઉપરાંત ગાયક કાસમ બાગડવા, ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદી તેમના સુમધુર સ્વર સથવારે ખેલૈયાઓને તન, મનથી થીરાકવશે. વિશાળ ગ્રાઉન્ડ, અતિ આધુનિક ડેકોરેટીવ લાઈટીંગ ઈફેકટ ખેલૈયાઓને જ નહીં પણ દર્શકોના હૈયાઓને પણ હીલોળે ચડાવશે. આ તમામ કલાકારો લાઈવ પર્ફોમન્સ આપશે અને ખેલૈયાઓને રોજે રોજ લાખેણા ઈનામો તેમજ મેગા ફાઈનલમાં ઈનામોની વણઝાર થશે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાસોત્સવના આયોજકો સર્વશ્રી પરેશભાઈ વિઠલાણી, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશભાઈ વસંત, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, બલરામભાઈ કારીયા, મોહિતભાઈ નથવાણી, અમિતભાઈ અઢીયા, કલ્પેશભાઈ તન્ના, અશ્વિનભાઈ જોબનપુત્રા, વિજયભાઈ પોપટ, વિજયભાઈ મહેતા, રસેશભાઈ કારીયા, વિપુલભાઈ કારીયા, જતીનભાઈ પાબારી, મહેન્દ્રભાઈ જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા, હિમાંશુભાઈ કારીયા, રાજભાઈ વિઠલાણી, કુંજેશભાઈ વિઠલાણી, કેજશભાઈ વિઠલાણી, પ્રકાશભાઈ ગણાત્રા, દર્શનભાઈ કક્કડ, યશભાઈ અજાબીયા, કલ્પેશભાઈ તન્ના, ધવલભાઈ પાબારી, હિરેનભાઈ કારીયા, શ્યામભાઈ વિઠલાણી, ડો.હરદીપભાઈ રૂપારેલ, રવિભાઈ માણેક, મેહુલભાઈ નથવાણી, કલ્પેશભાઈ બગડાઈ, વિમલભાઈ વડેરા, નીરવભાઈ પૂજારા, જલ્પેશભાઈ દક્ષિણી, મયુરભાઈ અનડકટ, જગદીશભાઈ કોટેચા, મનોજભાઈ ચતવાણી, અશ્વિનભાઈ બુદ્ઘદેવ, ધવલભાઈ મીરાણી, અશોકભાઈ મીરાણી, ધર્મેશભાઈ આડઠક્કર, સમીરભાઈ રાજાણી, કીર્તિભાઈ શીંગાળા, વિપુલભાઈ મણીયાર, ઉમેશભાઈ સેદાણી, નિશીતભાઈ જીવરાજાની, સુધીરભાઈ સોમૈયા, યશભાઈ ચોલેરા, કૃણાલભાઈ ચોલેરા, હાર્દિકભાઈ ચંદ્રાણી, હિતેષભાઈ ગોટેચા, ધ્રુમીલભાઈ ગોંધીયા, કિરીટભાઈ કેસરીયા, રાજભાઈ બગડાઈ, બિમલભાઈ કોટેચા, હેમાંગભાઈ તન્ના તથા મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, રત્નાબેન સેજપાલ, મનીષાબેન ભગદેવ, તરૂબેન ચંદારાણા, બીજલબેન ચંદારાણા, મીરાબેન કાનાણી, કલ્પનાબેન વિઠલાણી, કાશ્મીરાબેન નથવાણી, જસ્મીનાબેન વસંત, માધવીબેન પોપટ, જીજ્ઞાબેન મહેતા, કિંજલબેન પાબારી, હિનાબેન સોનછાત્રા, શીતલબેન નથવાણી, નિકેતા કારીયા, ચાંદનીબેન કોટેચા, અમીબેન સેદાણી, હિનાબેન કારીયા, જલ્પાબેન કારીયા, ચાંદનીબેન માનસેતા, રીમાબેન મણીયાર, હેતલબેન જોબનપુત્રા, પ્રીતિબેન પાબારી, તૃપ્તિબેન તન્ના, જલ્પાબેન અઢીયા, જયોતિબેન વિઠલાણી, શીતલબેન વિઠલાણી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

ફકત લોહાણા જ્ઞાતિના રાસોત્સવના પાસ મેળવી લેવા :  ફોર્મ ભરીને અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ મધ્યસ્થ કાર્યાલય. સરનામુઃ

૨૫, ન્યુ જાગનાથ મેઈન રોડ, હાર્મની હોસ્પિટલની

બાજુમાં, રાજકોટ, મો. ૯૮૨૪૪ ૦૦૦૩૦.

(4:05 pm IST)