Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ દ્વારા શનિવારે ''વેલકમ નવરાત્રી'

સોૈરાષ્ટ્ર હાઇસ્કુલના પટાંગણમાં એક દિવસીય રાસોત્સવ : માવતરોની ઉપસ્થિતીમાં ખેલૈયાઓ ધુમ મચાવશે

રાજકોટ તા ૨૫  :  દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત ''દીકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ દ્વારા પ્રતિ વર્ષ માવતરોના સાનિધ્યમાં એક દીવસીય નવરાત્રી મહોત્સવનું અદકેરૂ આયોજન કરવામાં આવે છે.

શ્રીમતી આર.ડી. ગારડી, બી.એડ. કોલેજના છાત્રો માવતરોના આનંદમાં કરશે.

ચાલુ સાલ તા.૨૮ શનિવારે કાલાવાડ રોડ, કોટેચા ચોકમાં આવેલ સોૈરાષ્ટ્ર હાઇસ્કુલના પટાંગણમાં આ નવરાત્રી મહોત્સવ ૨૦૧૯નું બેનમુન આયોજન કરવામાં આવેલ છે, જેમાં આઇ.એલ.ટી. બી.એઙ કોલેજના છાત્રો, કોટેચા સ્કુલની છાત્રાઓ ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ પરિવારના સભ્ય, દાતાઓ, શુભેચ્છકો જોડાશે.

કાર્યક્રમનાં ઇન્ચાર્જ આશીષ વોરા, હરીશભાઇ હરીયાણી, હાર્દિક દોશી, હિતેષ માવાણી, ચિંતન વોરા તેમજ વિમલ પાણખાણીયાએ જણાવ્યું છે કે નવરાત્રીએ આપણો પરંપરાગત તહેવાર છે. માતાજીની આરાધના કરવાનો તહેવાર છે. જેમાં જીવનમાં અંધકાર ફેલાયો હતો એવા માવતરોને રોશની આપવાનું કામ ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના સેવકોએ કર્યુ છે, ત્યારે આવા માવતરોની ઉપસ્થિતીમાં આ  અનેરા ઉત્સવની ઉજવણી થનાર છે. નવરાત્રી મહોત્સવમાં જોડાનાર ખેલૈયાઓને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવનાર છે.

કાર્યક્રમને યશસ્વી માર્ગદર્શન સંસ્થાના મુકેશ દોશી, વલ્લભભાઇ સતાણી, મોૈલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, ડો. નિદત બારોટ, ધીરૂભાઇ રોકડ, કિરીટભાઇ આદ્રોજા, કિરીટભાઇ પટેલ, ઉપેનભાઇ મોદી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઇ રાચ્છ, હરેશ પરસાણા, સુનીલ મહેતાનું મળી રહયું છે.

કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઇ પટેલ, પ્રવિણ હાપલીયા, રાકેશભાઇ ભાલાળા, ગોૈરાંગ ઠક્કર, રૂચીતાબેન રાઠોડ, ડિમ્પલ મનાણી, ગીતાબેન વોરા, સાયજીસિંહ જાડેજા, જીતુભાઇ ગાંધી, શૈલેષ દવે, સાવન ભાડલીયા, સહીતના કાર્યકર્તા જહેમત ઉઠાવી રહેલ છે.

(4:03 pm IST)