Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પ્રાચીન - અર્વાચીનના સમન્વયરૂપ ગરબો 'માં આદ્યશકિત' યુ-ટયુબ ઉપર રીલીઝ

કર્મચારી દુશ્યંત ઉપાધ્યાયએ સંગીત પીરસ્યુ અને ઉર્વશી પંડયાએ સ્વર આપ્યો : સુર બ્રહ્મ ગ્રુપ રાજકોટનું કોરસ અને આર્યન્સ ગ્રુપ ગોંડલનો અભિનય કાબીલે દાદ

રાજકોટ તા. ૨૫ : નવરાત્રીના દિવસો ધ્યાને લઇ પ્રાચીન ગરબાને અર્વાચીન પેઢી સુધી લઇ જવાના એક અનોખા પ્રયાસરૂપે પૌરાણીક ગરબો 'માં આદ્યશકિત' ટાઇટલ સાથે યુ-ટયુબ ઉપર ધુમ મચાવી રહ્યો છે.

આ વિષેની વિગતો વર્ણવતા ગરબાને સંગીતબધ્ધ કરનાર કશ્યપ ઉપાધ્યાય અને સ્વરબધ્ધ કરનાર ઉવર્શીબેન પંડયાએ જણાવેલ કે ખુબ પૌરાણીક ગણાતો ગરબો 'આદ્યશકિત તુજને નમુ રે બહુચરા' અમે પસંદ કર્યો અને તેને અત્યાધુનિક સ્વરૂપ આપવા પ્રયાસ કર્યો છે. એકદમ નવુ જ મ્યુઝીક, નવી જ સ્ટાઇલ અપનાવવામાં આવી છે. ઝાલર અને શંખ જેવા નાદો આપણને પ્રાચીન યુગમાં લઇ જાય છે. તો સાથે ખેલૈયાઓની રમવાની સ્ટાઇલ જોતા અર્વાચીન યુગની અનુભૂતી થઇ આવે છે.

હાલમાં જ યુ-ટયુબ ઉપર લોન્ચ કરાયેલ આ ગરબાનું શુટીંગ ગોંડલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના સુર બ્રહ્મ ગ્રુપનું કોરસ કાર્ય અને ગોંડલના આર્યન્સ ગ્રુપનો અભિયન કાબીલે દાદ છે. સમગ્ર વીડીયો શુટીંગ પાર્થ પંડયા, હાર્દીક પંડયા અને હીતેશ ચાવડાએ કર્યુ છે. આ ગરબામાં દીશા પંડયા, લતા ચૌહાણ, તુપ્તી દવે, કોમલ પાઠક પંડયા, અભય અંજારીયા, ઓમ દવે, કૃણાલ દવે, મેહુલ વાઘેલાનો સાથ મળ્યો છે.

લોકો સુધી ગરબાને લઇ જવામાં રસિકભાઇ પંડયા, દિશા પંડયા, ઇશોજ, પ્રજ્ઞા દેસાઇ, ધવલ જોષી, જીજ્ઞેશ ચાવડા સહયોગી બન્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કશ્યપ ઉપાધ્યાય (મો.૯૪૦૯૦ ૦૭૦૦૭), ઉર્વશીબેન પંડયા (મો.૯૪૨૭૨ ૦૦૬૫૪), દુષ્યંતભાઇ ઉપાધ્યાય, ગમનભાઇ દવે વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(4:02 pm IST)