Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રેલ્વે ફાટકમુકત બનશે રાજકોટઃ વધુ ત્રણ બ્રિજનો પ્રોજેકટ

રેલ્વેએ આમ્રપાલી ફાટક માટે વધુ ત્રણ કરોડ માંગ્યા : એરપોર્ટ-અટિકા-પીડીએમ સહિતના રેલ્વે ફાટકો પર બ્રીજ બનાવવા સૈધ્ધાંતિક નિર્ણય

રાજકોટ તા. રપ : શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઇનોની ફાટકો બંધ થાય ત્યારે ટ્રાફીક જામથી સર્જાતી સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલ્વે ફાટકો અંડરબ્રીજ અથવા ઓવર બ્રીજના પ્રોજેકટો રેલ્વે તથા મ્યુ.કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે થઇ રહ્યા છેજે અંતર્ગત  મહીલા કોલેજ, રેલનગરના અંડરબ્રીજના પ્રોજેકટો સાકાર થયા છે. આમ્રપાલી ફાટકનો પ્રોજેકટની ડીઝાઇન મંજુર થઇ ગઇ છ.ે રેલ્વેને આ માટે પૈસા પણ ભરી દેવાયા છે અને હવે આ બ્રીજનું કામ આગળ ધપાવવા માટે રેલ્વેએ મ્યુ.કોર્પોરશન પાસે વધુ ત્રણ કરોડ માગ્યા છે.આ દરમિયાન શહેરમાં વધુ ત્રણ ફાટકો ઉપર પણ બ્રીજ બનાવવાનો પ્રોજેકટની ગતવિધી શરૂ કરાઇ છે.

આધાર ભુત સુત્રોના જણાવ્યા મુજબ હવે રાજકોટ-ભાવનગર રેલ્વે લાઇન ઉપર આવતી એરપોર્ટ રોડ ફાટક, પી.ડી.એમ. કોેલેજ સામેની ફાટક, અટીકા ફાટક, આ ત્રણે'ય ફાટક ખાતે અંડરબ્રીજ અથવા ઓવર બ્રીજ બનાવવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવાયો છે અને આ અંગે રાજય સરકારને દરખાસ્ત મોકલવા ગતીવિધી હાથ ધરાઇ  છે. હવે શાશકો રાજકોટને ફાટક મુકતી તરફ લઇ જવા માટે મકકમ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

(3:44 pm IST)