Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

અમદાવાદમાં કરોડોના દાણચોરીના સોનાના કેસમાં રાજકોટના મોટા વેપારી રાજુ ગોસ્વામીની ધરપકડ

સામાકાઠે ચાંદીના વેપારમાં મોટું નામ ધરાવતા રાજુ ગોસ્વામીની ધરપકડથી ચકચાર : બીજા બે મોટા માથાની પણ કસ્ટમ ધરપકડના એંધાણ

અમદાવાદમાં કરોડોના દાણચોરીના સોનાના કેસ મામલે રાજકોટના નામાંકિત વેપારી રાજુ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમની ટીમે રાજકોટમાં આવી રાજુ ગોસ્વામીને ઝડપી પાડ્યો છે. રાજુ ગોસ્વામી રાજકોટના સામાકાઠે ચાંદીના વેપારમાં મોટું નામ ધરાવે છે.

  અમદાવાદના દાણાચોરીના પ્રકરણમાં અગાઉ કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ચૌધરી પણ થઈ હતી ધરપકડ. ત્યારે રાજકોટના ચાંદીના મોટા વેપારી રાજુ ગોસ્વામીની ધરપકડ થતાં ભારે ચકચાર મચી છે. જ્યારે રાજકોટના બીજા બે મોટા માથાની પણ કસ્ટમ ધરપકડ કરી શકે છે.

(1:48 pm IST)