Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

વિખ્યાત યુવા ગાયિકા હિમાલી વ્યાસ નાઇકના સ્વરમાં રચાયો નવરાત્રી માટે નવલો 'અખંડ ગરબો' : યુટ્યુબ પર યુવાધને જોશ થી વધાવ્યું

રાજકોટ તા. ૨૪: રેડરિબન મ્યુઝિક દ્વારા નવરાત્રી માટે નવો 'અખંડ ગરબો' રજૂ કરવામાં આવ્યો છે. સુવિખ્યાત યુવા ગાયિકા હિમાલી વ્યાસ નાઇકનો આ ગરબો સૌ કોઇ પસંદ કરી રહ્યા છે.

આ ગરબાનું લેખન ચિંતન નાઇકે કર્યુ છે અને USA-ન્યુજર્સી સ્થિત પ્રખ્યાત કંપોઝર રીથીન મહેતાએ કંડાર્યો છે. મ્યુઝિક એરેન્જમેન્ટ મિકસ એન્ડ માસ્ટર હર્ષિત આચાર્યનું છે. ગરબામાં વાંસળીનો સ્વર શ્રેયશ દવેએ આપ્યો છે. રિધમ એરેજમેન્ટ રિશિન સરૈયાનું છે. 

મા આદ્ય શકિત અંબામાની ઉપાસના કરતો અખંડ ગરબો યુ-ટ્યુબ પર સતત માણવામાં આવી રહ્યો છે. હિમાલી વ્યાસ નાઇક ખુબ લોકપ્રિય ગાયીકા છે અને અત્યાર સુધીમાં અનેક હિટ ગીત-ગરબા આપી ચુકયા છે.

(10:50 pm IST)