Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રેલનગર ક્રિષ્ના પાર્કના વિશાલ સિંધીની હત્યામાં ૪ શખ્સો સકંજામાં: પુછતાછ

રાજકોટ તા. ૨૪: અઠવાડીયા  પહેલા ૧૭મીએ સાંજે છએક વાગ્યે  પોપટપરા-૬માં રહેતો વિપુલ વનરાજભાઇ વડેચા (ઉ.૨૪) નામના કોળી યુવાન પર બાઇક અથડાવા પ્રશ્ને રેલનગર ક્રિષ્ના પાર્ક-૧માં રહેતાં વિશાલ રાજેશભાઇ ટેકવાણી (ઉ.૧૭) નામના સિંધી યુવાને કટરથી હુમલો કરતાં તેનો ખાર રાખી વિપુલના ભાઇઓ જીતુ અને સુનિલે વિશાલનું બાઇકમાં અપહરણ કરી બેફામ માર મારી ફેંકી દીધો હતો. વિશાલનું શનિવારે રાત્રે મધુરમ્ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ ગુનામાં ફરાર બંને આરોપીઓને પોલીસ તાકીદે પકડી લે તેવી માંગણી સિંધી પરિવારે કરી હતી. દરમિયાન પોલીસે ચાર શખ્સોને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.

ગઇકાલે મૃતકના પરિવારજનો અને  સિંધી સમાજના લોકોએ આરોપીઓને તાકીદે પકડી લેવાની માંગણી સાથે પોલીસ કમિશ્નરશ્રીને રજૂઆત કરી હતી.

પોલીસે આ બનાવમાં વિપુલ કોળી અને સામે પક્ષે વિશાલના પિતા રાજેશભાઇ ગેદીમલ ટેકવાણીની ફરિયાદ નોંધી હતી. વિશાલે શનિવારે હોસ્પિટલમાં દમ તોડી દેતાં પ્ર.નગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર આરોપીઓને પકડી લેવા દોડધામ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે સુનિલ કોળી સહિત ચાર જણાને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.  ડીસીપી મનોહરસિંહ જાડેજાનીરાહબરીમાં પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ બી. જી. ડાંગર  સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(4:24 pm IST)
  • અંબાજી મા ભાદરવી પુનમના મેળા નો આજે સાતમો અને છેલ્લો દિવસ: ભાદરવી પુનમનાં મેળાનાં છ દિવસ મા 22. 09 લાખ થી વધુ શ્રદ્ધાળુઓ કર્યા દર્શન: મેળાનાં 5 દિવસમા મંદિરનાં ભંડારાની કુલ આવક 3. 50 કરોડ રૂપિયાએ પહોંચી:. જ્યારે મંદિરે 6373 ધ્વજાઓ ચઢી: ગુજરાત એસ. ટી નિગમ ની 10921 ટ્રીપો દોડાવી 6. 05 લાખ યાત્રીકો ને વહન કર્યા : આજે મેળો રાત્રે 12 કલાકે પુર્ણ થયેલો ગણાશે access_time 1:20 pm IST

  • અમદાવાદ: સાણંદના મટોડામાં બાળકોની બાબતે જુથ અથડામણ:બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી, : ચાર લોકો ઘાયલ: તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા:બંને પક્ષે કુલ 14 લોકો સામે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ access_time 12:26 am IST

  • ઇન્કમટેક્સ અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટેની મુદત 15મી ઓક્ટોબર સુધી લંબાવાઈ :વેપારીઓને રાહત આપતો સીબીટીડીની ચુકાદો access_time 8:10 pm IST