Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

વીવીપી કોલેજમાં 'લાયબ્રેેરી ડે' ની ઉજવણી : બેસ્ટ યુઝર્સને એવોર્ડ અપાયા

 રાજકોટ : લાઇબ્રેરી અને લાઇબ્રેરીયન્સના વિકાસ અર્થે જીવન સમર્પિત કરી દેનાર પદ્દમવિભુષણ ડો. એસ. આર. રંગનાથનના જન્મ દિવસને  'રાષ્ટ્રીય લાઇબ્રેરીયન્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વીવીપી એન્જીનીયરીંગ કોલેજના જ્ઞાન કેન્દ્ર દ્વારા આ દિવસની અનોખી ઉજવણી કરી બેસ્ટ યુઝર્સને એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ કોલેજના ઝવેરચંદ મેણાણી કલાભવન ખાતે યોજવામાં આવ્યો હતો. લાઇફ કોચ અને મોટીવેશનલ સ્પીકર પ્રો. લલિત ચંદએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. પ્રારંભમાં વિદ્યાર્થીઓને પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે વાંચન અંગેની રસપ્રદ માહીતી લાઇબ્રેરીયન ડો. તેજશભાઇ શાહે રજુ કરી હતી. બાદમાં બેસ્ટ યુઝર્સ એવા ટોપટેન વિજેતાઓને એવોર્ડ અપાયા. જેમાં અનુક્રમે નિકિતા ટાંક- ઇ.સી., પ્રજ્ઞા નાકરાણી - બી.ટી., રોહીત જોશી - મિકે, ગોપી કુંડલા - નેનો, સૌરભ સાગઠીયા- કેમીકલ, મિલન પાટડીયા - મિકે., નિરાલી મકવાણા- સી.ઇ., રવિ ટાંક- ઇ.સી., હરદેવપરી ગોસ્વામી - મિકે., કિરણ ચાવડા - સી.ઇ., ભાવિક પંડયા- મિકે., કરણ મહેતા- ઇલે., હાર્દીક ગોહેલ- સી.ઇ., નંદ ગોઢા- આઇ.ટી. તેમજ સ્ટાફમાં પ્રથમ પ્રો. જીજ્ઞેશ શાહ- સીવીલ, પ્રો. કોમિલ વોરા- આઇ.ટી., પ્રો.ઋષભ દોશી- આઇ.ટી., પ્રો. વ્યોમેશ પરસાણા- કેમીકલ, નોન ટીચીંગ/સેમી ટીચીંગ સ્ટાફમા પ્રથમ કુલદિપસિંહ જાદવ- ઇલે., કુ.સ્નેહલ પંડયા- સી.ઇ., ચમનભાઇ સિંધવ- મિકે. ને બેસ્ટ યુઝર્સ એવોર્ડ વિભાગીય વડાઓ અને મહેમાનોના હસ્તે અપાયા હતા. વાંચનામૃત બકુલેશભાઇ રાજગોરે અને મહેમાનોનું પૂસ્તક તથા પૂષ્પગુચ્છવડે સ્વાગત હિતેષભાઇ ત્રિવેદી અને કલ્પેશભાઇ છાયાએ કરેલ. મોમેન્ટોથી અભિવાદન સંસ્થાના આચાર્ય ડો. જયેશ દેશકરે કરેલ. અટલ બિહારી બાજપાઇજીના વાંચન પ્રેમ અંગે છણાવટ કરી આભારવિધિ જયેશ સંઘાણીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.ઇ. વિભાગની વિદ્યાર્થીની મિલી શાહે કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રો. કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષિલભાઇ મણીઆરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી ભાઇ બહેનો તથા લાઇબ્રેરી સ્ટાફે જહેમત ઉઠાવી હતી. (૧૬.૩)

(4:03 pm IST)