Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

'ગેટસ-ર'ના પાંચ વર્ષના પ્રયાસોના અંતે ગુજરાતમાં તમાકુનો વપરાશ માત્ર પ% ઘટયો : જાગો ભાઇ જાગો

મોતના મુખમાં ધકેલી દેતા વ્યસનો તજવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અપીલ

રાજકોટ તા. ૨૫ : કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળની કામગીરીમાં ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે 'ગેટસ-ર' દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ પ્રમાણે રપ% ગુજરાતીઓ તમાકુના બંધાણી છે. છેલ્લે ર૦૦૯-૧૦ માં બંધાણીઓની સંખ્યા ૨૯.૪% નોંધાઇ હતી. જે આટલા પ્રયાસોને અંતે ૨૫.૪% થઇ છે. એટલે કે માત્ર પ% નો ઘટાડો નોંધાયો છે. મોતના મુખમાં જીંદગીને હોમી દેતા આ વ્યસનો સામે હજુ વધુ જાગૃત થવા વ્યસન મુકિત અભિયાન ચલાવતા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પૂર્વ સાંસદ રમાબેન માવાણી અને રામજીભાઇ માવાણીએ અનુરોધ કરેલ છે.

તેઓએ જણાવેલ છે કે અમો રાજકોટમાં તમાકુ વપરાશને ઘટાડવાની શરૂ કરેલ લોકઝુંબેશથી  તમાકુના વ્યસનીઓમાં મહદઅંશે ઘટાડો થયો છે પરંતુ આ ચળવળ આખા ગુજરાતમાં અસર કરે તો જોઇતા પરિણામો સુધી પહોંચી શકાશે.

વિશ્વભરમાં તમાકુથી દર વર્ષે ૭ મીલીયન લોકોના કરૂણ મૃત્યુ થઇ રહ્યા છે. તમાકુના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે અને ઉપયોગમાં બીજા ક્રમે આવે છે. આમ ભારતીય નાગરીકોએ કેન્સર નોતરતા તમાકુના વપરાશ સામે જાગૃત થવાની ખુબ જરૂર હોવાનું શ્રીમતી રમાબેન માવાણી (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧) એ એક યાદીના અંતમાં જણાવેલ છે. (૧૬.૨)

(3:46 pm IST)