Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સ્વૈચ્છી નિવૃતી લેનાર સફાઇ કામદારોને હકક, હીસ્સા આપવામાં તંત્રના ઠાગાઠૈયા

છ-છ મહીનાથી મરણ મુડી માટે વલખા મારતા કામદારોને ન્યાય આપોઃ જાગૃતિ મંડળની રજુઆત

રાજકોકટ તા. રપ : સ્વૈચ્છીક નિવૃતી લેનાર સફાઇ કામદારોને છ-છ મહીનાથી તેમની મરણ મુડી સમાન હક્ક, હિસ્સા નહી મળ્યાની રજુઆત સફાઇ કામદાર મ્યુ.કમિશનરને કરાઇ છે.

આ અંગે મંડળના પ્રમુખ ભરત બારૈયાએ મ્યુ.કમિશનરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે. કે છ મહિના અગાઉ કામદારોના સ્વૈચ્છીક રાજીનામાં મંજુર કરવામાં આવ્યા હતા ઉપરોકત સફાઇ કામદાર માટે અમોએ લેખીત તેમજ મૌખીક રજુઆત કરવા છતાં આજ દિન સુધી તેમના હક્ક, હિસ્સા નિયમ મુજબ ૯૦ દિવસમાં મળવા જોઇએ જે ત્રણેય શાખાની કામચોર વૃતિના કારણે મળેલ નથી.

આમ છેલ્લા છ-છ મહિનાથી તંત્ર વાહકોના અન્યાયથી સફાઇ કામદાર સેન્ડવીચની જેમ પીસાય રહ્યો છે. જેનાં કારણે સફાઇ કામદાર ધરાહાર ઉછીના પૈસા તેમજ વ્યાજે રૂપીયા લઇને પરિવારના સભ્યો, બાળકોનાં પેટનાં ખાડા બુરવા અને ઘર ગુજરાન ચલાવવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે. જયારે બીજી બાજુ સફાઇ કામદાર સિવાયનાં સ્ટાફને નિવૃત થાય કે રાજીનામું આપે એટલે તરત જ એક કે બે મહિનામાંજ સંપૂર્ણ હક્ક, હિસ્સા મળી જતા હોય છે તો આવી બેધારી નીતી કેમ? તેવો સવાલ ઉઠાવી ઉપરોકત સફાઇ કામદારોને તેમના હક્ક હિસ્સા તાત્કાલીક અસરથી મળે તેવી કડક કાર્યવાહી કરાવવા મંડળના પ્રમુખ ભરત બારૈયાએ યાદીના અંતે માંગ ઉઠાવી છે.(૬.૨૨)

(3:45 pm IST)