Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

અપરણીત યુવાના અકસ્માત મૃત્યુના કેસમાં ૨૮ લાખ ૫૬ હજારનું વળતર મંજુર

રાજકોટ તા ૨૫ : અપરણીત યુવાનના અકસ્માત વળતરના કેસમાં જંગી વળતર મંજુર કરવાનો ટ્રીબ્યુનલે ચુકાદો આપેલ હતો.

આ અંગેની હકીકત અખેવી છે કે રાજકોટના કનકનગર શેરી નં.૮ માં રહેતા દેવાયતભાઇ કચરાભાઇ રાઠોડ (આહીર) નો પુત્ર પ્રકાશભાઇ દેવાયતભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) શાપર વેરાવળ સ્થિત સિંઘલ પાવર પ્રેસીસ પ્રા. લી. માં નોકરી કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતો હતો. ગત તા. ૬/૧/૨૦૧૩ ના રોજ પ્રકાશભાઇ પોતાનું મો.સા. લઇને વિરપુરપાસે કામ સબબ જઇ રહયો હતો ત્યારે વિરપુર નજીક ટ્રક નં. જીને-૧૨-એકસ ૨૮૪૭ વાળાએ પોતાના હવાલોળો ટ્રક ગફલતભરી રીતે ચલાવી પ્રકાશભાઇ ને અળફેટે લેતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયેલ. જે અંગે નોકલેઇમ કેસ ગુજરનારના વારસદારોએ રાજકોટ ખાતે દાખલ કરેલ.

આ અંગેનો કલેઇમ ટ્રીબ્યુનલ રાજકોટ ખાતે ચાલી જતા અરજદારના વકીલશ્રીએ હાલની મોંઘવારી મુજબ તેમજ ગુજરનાર શાપર સ્થિત પાવર પ્રેોસેસ પ્રેા.લી. માં નોકરી કરતા હોઇ અને ગુજરનારના પરિવારની સ્થિતી ધ્યાને લઇ તેમજ ગુજરનાર પ્રકાશભાઇ તેમના પરિવારનો એક માત્ર આધાર હોઇ તેમનું ભરણપોષણ કરતા હોઇ તેવી કાયદાકીય દલીલો તેમજ ના. સુપ્રીમ કોર્ટના વવમેંટો રજુ કરેલ જેને ધ્યાનેલઇ રાજકોટ ટ્રીબ્યુનલે ગુજરનાર શાપર સ્થિત સિંઘલ પાવર પ્રેોસેસ પ્રા. લી. માં નોકરી કરતા હોઇ અને તે કંપનીના સાક્ષીને તપાસી ગુજરનારની આવક ૧૧,૮૦૦/- ધ્યાને લઇ તેમજ ગુજરનારની પ્રોસ્પેકટીવ ઇંકમ (ભવિષ્યની આવક) ૫૦% ધ્યાને લઇ જે મુજબ ૧૧૮૦૦  ઼ં ં૫૯૦૦ં =૧૭૭૦૦ માસિક આવક ધ્યાને લઇ જેથી વાર્ષિક આવક રૂ  ૨૧૨૪૦૦/- ધ્યાને લીધેલ.

ગુજરનાર અપરણિત હોઇ અંગત ખર્ચ ૫૦% બાદ કરી રૂ ૧૦૬૨૦૦/- વાર્ષિક ડિપેડંસી ગણી ગુજરનારની ઉંમર માત્ર ૨૪ વર્ષ હોઇ મ્લટીપ્લાયર સિસ્ટમ મુજબ ૧૮ નો ગુંણાક લઇ ૧૦૬૨૦૦ં*૧૮= ૧૯૧૧૬૦૦/- પરિવારના વારસદારોની કાયમી આવકની નુકાશાની ધ્યાને લેવામાં આવેલ. તદ ઉપરાંત રાજકોટ ટ્રીબ્યુનલે કેસ દાખલ થયાની તારીખથી ૯% વ્યાજ સાથે ઉપરોકત રકમ ચુકવવાનો હુકમ કરેલ જેથી વ્યાજ સહીત કુલ રકમ રૂ ૨૫,૫૬,૭૩૪/- અઠયાવીસ લાખ છપન હજાર સાતસોચોત્રીસ રૂપિયા પુરા વિમા કુઉ ને ચુકવવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં ગુજરનારના વારસદા તરફથી કલ્પેશ કે. વાઘેલા, રવિનદ્ર ડી. ગોહેલ, ભાવિન આર. પટેલ, કુલદીપ પી. ધનેશા, હેંમત એલ. પરમાર તેમજ અર્જુન ડી. કારીયા (ગઢવી) રોકાયેલા હતા. (૩.૬)

(3:44 pm IST)