Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ગાળો બોલવાની ના પાડતાં રૈયા ગામમાં વૈભવ પરમારને વિશાલે શાક સુધારવાની છરી ઝીંકી

વિશાલના ભાઇ ભરતનું પણ મદદગારીમાં નામઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: રૈયા ગામમાં રહેતાં વણકર યુવાનને તેના જ મિત્ર અને મિત્રના ભાઇએ ગાળો બોલવા બાબતે મારકુટ કરી તેમજ પીઠ પર શાક સુધારવાની છરીથી છરકા કરી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રૈયા ગામ મધુરમ્ ડેરી સામે રહેતાં અને મજૂરી કરતાં વૈભવ નરેશભાઇ પરમાર (ઉ.૧૭)ની ફરિયાદ પરથી તેના જ મિત્ર વિશાલ રમેશભાઇ ખડોલા અને ભરત રમેશભાઇ ખડોલા સામે ગુનો નોંધ્યો છે. વૈભવના કહેવા મુજબ તેના મિત્ર રાજેશને વિશાલ ગાળો દેતો હોઇ ના પાડતાં ઝઘડો થયો હતો આ કારણે પોતાને વિશાલે કાન પર કડુ મારી દીધુ હતું અને ઘરે ભાગી ગયો હતો. આ બાબતે પોતે વિશાલના ઘરે ફરિયાદ કરવા જતાં તેના ભાઇ ભરતે તેને પકડી લીધો હતો અને વિશાલ ઘરમાંથી શાક સુધારવાની છરી લાવ્યો હતો અને પીઠ પર છરકા કરી દીધા હતાં.

પીએઅસાઇ કે. એન. ડોડીયા અને પ્રદિપભાઇ કોટકે વૈભવની ફરિયાદ પરથી ગુનો નોંધી બંને હુમલાખોર સામે કાર્યવાહી હાથ ધરી છે.

(3:44 pm IST)