Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સરકારી-ખાનગી બિલ્ડીંગોના પાર્કિંગમાં દબાણો દૂર કરો

જયુબેલીથી હેડ પોસ્ટ સુધીના રોડ ઉપર દરરોજ ભયંકર ટ્રાફિક જામઃ એડવોકેટ કે.ડી. શાહ દ્વારા મ્યુ. કમિશનર-પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા.૨૫: શહેરનાં હાર્દ સમા જયુબેલી ચોકથી હેડ પોસ્ટ ઓફીસ સુધીનાં સરકારી અને ખાનગી બિલ્ડીંગોમાં પાર્કિંગમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવા આ વિસ્તારમાં ઓફીસ ધરાવતા એડવોકેટ કે.ડી.શાહ દ્વારા પોલીસ કમિશનર તથા મ્યુ. કમિશનરને રજુઆત કરી છે.

આ રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે જયુબેલી ચોકથી હેડપોસ્ટ ઓફીસ સુધીનો રસ્તો જુનો અને સાંકડો છે ત્યારે આ રોડ પર આવેલ ''સુર્યા આર્કેડ'' નામના ખાનગી કોમ્પલેક્ષમાં પાર્કિગમાં જાળી ફીટ કરી દઇ પાર્કિંગ કવર કરાયું છે જેથી બિલ્ડીંગના મુલાકાતીઓ રોડ ઉપર વાહન પાર્ક કરે છે.

આજ પ્રકારે આ રોડ પર આવેલ બેંક ઓફ બરોડા દ્વારા પણ પાર્કિંગમાં દિવાલ ચણી કવર્ડ કરાયેલ છે જેથી બેંકના ગ્રાહકો પણ રોડ ઉપર વાહનો પાર્ક કરે છે. આમ એકતો સાંકડો રસ્તો અને ઉપરથી વાહન પાર્કિંગનું દબાણ થતુ હોઇ આ રોડ ઉપર હરિહર ચોક-સદર બજાર સુધી દરરોજ ભયંકર ટ્રાફિક જામની સમસ્યા છે ત્યારે ઉકત સરકારી બિલ્ડીંગોના પાર્કિંગના દબાણો દૂર કરી પાર્કિંગ ખુલ્લા કરાવવા માંગ છે. જેથી ટ્રાફિક જામ હળવો થઇ શકે તેવી માંગ શ્રી શાહે ઉઠાવી છે.(૧.૨૧)

(3:43 pm IST)