Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

શુભ ધોળકિયાની સાયકલે વિશ્વમાં ગોૈરવની ઘંટડી વગાડી

ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીના પ્રોજેકટને આંતરરાષ્ટ્રીય સ્તરે તૃતીય પુરસ્કારઃ અપંગ વ્યકિત માટે નિર્માણ કરેલી સાયકલને અમેરિકામાં અપ્રતિમ પ્રતિસાદઃ શુભ ધોળકિયાએ ૪ વર્ષમાં પાંચ રાષ્ટ્રીય અને બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યાઃ ડો. કલામે પણ શુભનું સન્માન કર્યું હતું

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ધોળકિયા સ્કુલના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા, વિદ્યાર્થી શુભ ધોળકિયા તથા સ્નેહલના પિતાશ્રી સ્નેહલભાઇ ધોળકીયા અને શિક્ષક કલ્પેશભાઇ ધોળકિયા નજરે પડે છે. છેલ્લી તસ્વીર ગૌરવવંતી સાયકલ સાથે શુભ દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા - વિક્રમ ડાભી) (પ-૧૮)

રાજકોટ તા.૨૫: ધોળકિયા સ્કૂલમાં ૧૨ (સાયન્સ)માં અભ્યાસ કરતા શુભ ધોળકિયાએ પગથી અપંગ હોય તેવી વ્યકિતઓ સરળતાથી ચલાવી શકે તે માટે સાયકલ સાથે જોડવાનું સાધન બનાવ્યું આ સાધન કોઇપણ સાયકલમાં કોઇ એક પેડલના સ્થાને લગાવવાથી માત્ર એક જ પગ વડે સાયકલ સરળતાપુર્વક ચલાવી શકાય છે.

વર્ષ ૨૦૧૪થી પોતાના સંશોધન માટે સતત કાર્યરત શુભ ધોળકિયાએ રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં પણ હરહંમેશ અવ્વલ રહયા બાદ આ વર્ષે અમેરિકામાં યોજનાર એક સાથે બે ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં વિજેતા બન્યા છે.

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં SUNY (State university of Newyork) દ્વારા દર વર્ષે Genius Olympiad નું આયોજન કરવામાં આવે છે જેમાં દુનિયાના વિવિધ દેશોમાંથી શ્રેષ્ઠતમ યુવા વેૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરતા હોય છે. આ વખતે તા. ૧૧ થી ૧૬ જૂન દરમિયાન Genius Olympiad-1018 સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિશ્વના ૬૭ દેશોના કુલ ૭૬૦ વિજ્ઞાન પ્રોજેકટ સાથે કુલ ૧૩૦૦ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધેલ હતો. આ સાયન્સ ફેરમાં સમગ્ર ભારતમાંથી કુલ ત્રણ બાળ વૈજ્ઞાનિકો પસંદગી પામ્યા હતા. જેમાંના એક બાળ વૈજ્ઞાનિક ધોળકિયા સ્કૂલના શુભ ધોળકિયા હતા. આમ સતત ત્રીજા વર્ષે Genius Olympiad માં ધોળકિયા સ્કૂલ પસંદગી પામેલ હતી.

વડાપ્રધાનની ઇચ્છા મુજબ દિવ્યાંગરથ વ્યકિતઓ આત્મવિશ્વાસભેર જીવી શકે તેમજ સામાન્ય માણસની માફક કાર્ય કરી શકે. શુભના આ પ્રોજેકટને અગાઉ પણ ચાર જેટલા National Award અને એક International Award  મળી ચૂકયા છે. ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ તથા ISRO ના ચેરમેન શ્રી કિરણકુમારના હસ્તે સન્માન મેળવી ચુકયા છ.

Genius Olympiad-2018ે  માં કુલ ૧૩૦૦ યુવા સંશોધકો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં શુભ ધોળકિયાએ સમગ ્રવિશ્વમાં ત્રીજા ક્રમ સાથે બ્રોન્ઝ મેડલ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે સમગ્ર શાળા પરિવાર તથા રાજકોટવાસીઓએ ફરીથી વિશ્વ વિજેતા શુભને હર્ષભેર વધાવી લીધો હતો. અહીં નોંધવું ઘટે કે બ્રોન્ઝ મેડલ લેવા માટે શુભ જયારે સ્ટેજ પર ગયા ત્યારે સાથે ભારતના ત્રિરંગોને આગળ રાખ્યો અને ભારતનું ગોૈરવ વધાર્યું હતું. જે દર્શાવે છે કે આ માત્ર મારો નહિ પરંતુ સમગ્ર ભારતનો વિજય છે.

State University of Newyork ના આયોજકો દ્વારા શુભને વિશ્વપ્રસિદ્ધ નાઇગ્રા ધોધ તથા અમેરિકાનો સોૈથી મોટો મોલ 'ડેસ્ટીની મોલ' ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. ઉપરાંત આગળના અભ્યાસ માટે વિવિધ કોલેજ દ્વારા સ્કોલરશીપ ફેરનું આયોજન થયેલું હતું.

આ વર્ષે શુભ ધોળકિયાને આ બીજો આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયેલ છે. આ અગાઉ દિલ્લી ખાતે ડિસેમ્બર માસમાં યોજાયેલ IRIS NATIONAL FAIR-2017 માંથી શ્રેષ્ઠ સંશોધન પસંદગી પામ્યા બાદ મે માસમા  અમેરિકા ખાતે યોજાયેલ ISEF (International Science Engineering Fair-2018) માં નોમીનેટ કરવામાં આવેલ હતા. જેમાં વિશ્વના ૭૨ દેશોના કુલ ૧૫૦૦ થી વધુ યુવા વૈજ્ઞાનિકોના પ્રોજેકટ રજુઆત પામ્યા હતા. આ વિજ્ઞાન મેળો વિશ્વનો સોૈથી મોટી રીસર્ચ ફેર છે.

આ મેળામાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો દ્વારા તથા Society for Science & Republic દ્વારા સમગ્ર વિશ્વના શ્રૈેષ્ઠ 7 Innovitative Project પસંદગી પામ્યા હતા કે જે માનવજાતને વિવિધ રીતે ખૂબ ઉપયોગી બને છે. શુભના આ પ્રોજેકટની અગત્યતા અને ઉપયોગીતાના આધારે સમગ્ર ભારતમાંથી એકમાત્ર શુભ ધોળકિયાનો પ્રોજેકટ પસંદગી પામ્યો છે. આમ શુભે વિશ્વસ્તરે સમગ્ર ગુજરાત અને ભારતનંું ગોૈરવ વધાયુંર્ છે.

આ ઉપરાંત ભારતમાં પણ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ Ignit2014, INSEF-2015, National Conference-2016 અને GIS-2017  જેવી સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. શુભ ૨૦૧૪માં National Innovation Foundetion દ્વારા આયોજિત Dr. A.P.J. Abdul Ignite Award-2014 માં પણ ભાગ લીધેલ હતો જેમાં સમગ્ર ભારતમાંથી ૨૭૦૦ જેટલા સંશોધનો રજુઆત માટે મોકલાયા હતા અને સર્વશ્રેષ્ઠ ૨૨ ઇનોવેટિવ આઇડિયાને Ignite Award માટે પસંદ કરવામાં આવ્યા હતા. આમ શુભે આપણા લાડીલા વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે Ignite -2014 એવોર્ડ મેળવ્યો હતો.

૨૦૧૪ થી ૨૦૧૮ સુધી સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ વૈજ્ઞાનિક એવોર્ડ વડે સન્માનિત થવા બદલ શાળા પરિવાર અને તેમના મોભી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયા લાખ લાખ અભિનંદન પાઠવે છે તેમજ માતા જીજ્ઞાબેન તથા પિતા સ્નેહલભાઈ ધોળકિયા હર્ષાન્વિત થતા કહે છે કે, શુભ છેલ્લા ૫ વર્ષથી સતત સંશોધનાત્મક વિચારો કરતો રહ્યો છે અને તેમનું આ સંશોધન ભારતના દિવ્યાંગો માટે ઉપયોગી બની રહેશે તેમજ આ સંશોધન દ્વારા સમાજને એક સારૂ સાધન આપવાનું અમોને ગૌરવ છે.(૧.૨૨)

(3:43 pm IST)