Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

નવાગામ પાસેથી ચોરાઉ બાઈક સાથે જેન્તી દેવીપૂજક પકડાયો

રાજકોટ, તા. ૨૫ :. નવાગામ નજીક નકલંક હોટલ પાસેથી બી-ડિવીઝન પોલીસે દેવીપૂજક શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.એફ. ડામોર, એ.એસ.આઈ. એમ.ડી. ગોસ્વામી, હેડ કોન્સ. વિરમભાઈ ધગલ, હેડ કોન્સ. એચ.એમ. ઝાલા, એભલભાઈ, અજીતભાઈ, મનોજભાઈ અને પ્રકાશભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નવાગામ નજીક નકલંક હોટલ પાસેથી ચોરાઉ બાઈક સાથે જેન્તી રામભાઈ દેવીપૂજક (ઉ.વ.૨૨) (રહે. નવાગામ આણંદપર મામાવાડી મફતીયાપરા)ને પકડી લીધો હતો.(૨-૧૬)

(3:39 pm IST)