Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ઓમ, રૂદ્રાક્ષ, ચંદનની સુંગધવાળી ફેન્સી રાખડીઓનો કેઝ

ભુલકાઓને પ્રિય એવી બાહુબલી, સુપરમેન, બેટમેન, સ્પાઇડરમેન,ડોરેમોન, છોટાભીમ જેવી અનેકવિધ વેરાવટીઓને પણ ડિમાન્ડ

 રાજકોટઃ આવતીકાલે ભાઇ-બહેનનો પર્વ છે. રક્ષાબંધન પર્વે બહેન ભાઇને રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરમાં અનેક સ્થળોએ રાખડીથી દુકાનોમાં બહેનો પોતાના ભાઇ માટે રાખડીની ખરીદી કરવા ભીડ જોવા મળે છે. સામાન્યરીતે આ પર્વની પુર્વ સંધ્યાએ બજારોમાં ભીડ વધુ જોવા મળતી હોય છે વીરા, બ્રો, માયસ્ટ્રોગ બ્રધર, કુલ બ્રો, મેરે પ્યારે ભૈયા, ઓમ, સ્વસ્તીક, રૂદ્રાક્ષ, ચંદનની સુંગધવાળી ફેન્સી રાખડીઓ તેમજ ડાયમંડવાળી તથા બાળકોને પ્રિય એવી બાહુબલી, સુપરમેન, બેટમેન, સ્પાઇડરમેન, મીકીમાઉસ, મોટુ-પતલુ, ટોમ એન્ડ જેરી, ડોરેમોન જેવી અનેક વિધ વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે. ભાભીની રક્ષા માટે ભાઇ-ભાભીની જોડીવાળી લુમ્બા અને રંગબેરંગી બ્રેસલેટ પણ આકર્ષણ જમાવ્યું છે. આ ઉપરાંત અનેક વેરાયટી વિધ રાખડીઓની ડીમાન્ડ છેલ્લી ઘડીએ નીકળી છે અહિના કિસાનપરા ચોક, આશાપુરા ચોક, નાનામવા ચોક સહિતની રાખડીઓની દુકાનોમાં રાખડી ખરીદતી  બહેનો નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૯)

(3:38 pm IST)