Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઇને રાષ્ટ્ર અને ધર્મના કાર્યમાં જોડાઇએ

રૂપ વિરાટ ધરા તો લોક પે છા ગયા કાન્હા, રૂપ કિયા ઇતના લઘુ તો યશોદા કી ગોદમેં આ ગયા કાન્હા...: ઇનામ વિતરણ અને તાવા પ્રસંગે અપૂર્વ સ્વામીનું આહવાનઃ કાર્યક્રમના પ્રારંભે અટલજીને અંજલી

વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલ ઇનામ વિતરણ પ્રસંગે અપૂર્વ સ્વામી, જનકભાઇ કોટક, ગોવિંદભાઇ પટેલ, કમલેશ મિરાણી, કમલેશ શાહ, પીયુષ મહેતા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ તા.૨૫: વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ તથા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત દર વર્ષે ગત વર્ષના ફલોટ સુશોભન, લત્તા સુશોભનના વિજેતાઓને ઇનામ વિતરણ તથા તાવા પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના સંદભેમાં બુધવારના રોજ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડના સભાખંડ ખાતે શિલ્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિ.હિ.પ.-બજરંગદળ-દુર્ગાવાહીની તથા અન્ય ભગીની સંસ્થાના હોદેદારો, કાર્યકરો, મહાનુભાવો, સંતો, મહંતો, વિજેતા થનાર યુવક મંડળ, યુવા ગ્રુપના કાર્યકરો ધર્મપ્રેમી હિન્દુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

કાર્યક્રમ પ્રસંગે મહાનુભાવો સર્વશ્રી હરીભાઇ ડોડીયા, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, વિજયભાઇ ચોૈહાણ, હરેશભાઇ ચોૈહાણ તથા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના શ્રી અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક ઉદ્દબોધન કરી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યાં હતાં. કાર્યક્રમનું સુંદર સંચાલન વિ.હિ.પ. રાજકોટ મહાનગર મંત્રી નિતેશ કથીરીયાએ કર્યુ હતું.

આ તકે હરેશભાઇ ચોૈહાણએ પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા-ર મીનીટનું મોૈન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને ત્યારબાદ તેઓના જીવનચરિત્ર તથા તેમનામાં રહેલા હિન્દુત્વને યાદ કરાવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઇ દવેએ તમામ ઉપસ્થિતોને મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ બિરદાવ્યા હતાં. કિશોરભાઇ મુંગલપરાએ ભગવાન શ્રીકૃષ્ણના જીવનનું ઉદાહરણ આપી તમામને શ્રીકૃષ્ણમય કરી દીધા હતા. શાંતુભાઇ રૂપારેલીયાએ સમાજના તમામ લોકોને પહેલા હિન્દુ બની વિ.હિ.પ. સાથે જોડાવવા અનુરોધ કર્યો હતો. અંતમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના સંત શ્રી અપૂર્વમુનિ સ્વામીએ તમામ હિન્દુઓને સંગઠીત થવા ઉપરાંત તમામ હિન્દુ તહેવારોનું ઘટવા લાગેલ મહત્વ સામે લાલ બત્તી ધરી હતી અને તમામ હિન્દુ તહેવારોનું અનેરૂ વૈજ્ઞાનિક સત્ય ઉજાગર કયુંર્ હતું. અને માત્ર નારા લગાવવા કે સૂત્રોચ્ચારથી હિન્દુત્વ જીવંત નહિ રહે તમામે હિન્દુત્વ માટે સહિયારો પ્રયાસ કરવા આહવાન કર્યું હતું અને તમામ હિન્દુઓને પોતાના અલગ-અલગ સંપ્રદાય, જ્ઞાતિ, પેટા-જ્ઞાતિઓને એક-બીજાની ધર્મભાવનાની આદર કરવા અપીલ કરી હતી. તેમણે શ્રી કૃષ્ણમાંથી પ્રેરણા લઇને રાષ્ટ્રકાર્ય અને ધર્મકાર્યમાં જોડવા હાકલ કરી હતી.

ફલોટ તથા લત્તા સુશોભનના વિજેતા ગ્રુપોને નરેન્દ્રભાઇ દવે, વિજયભાઇ ચોૈહાણ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, દેવજીભાઇ વાઘેલા, હરીભાઇ ડોડીયા, હરેશભાઇ ચોૈહાણ, અપૂર્વમુનિ સ્વામી, વલ્લભાઇ દુધાત્રા, સુરેશભાઇ કણસાગરા, રાજુભાઇ જુંજા, એડવોકેટ સર્વશ્રી પિયુષભાઇ શાહ, અનિલભાઇ દેસાઇ, નરેન્દ્રસિંહ ચાવડા, કમલેશભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, જીજ્ઞેશભાઇ શાહ, સુરેશભાઇ ફળદુ, અર્જુન પટેલ, બિપીનભાઇ ગાંધી, હિમાંશુ પારેખના હસ્તે શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા નિતેશભાઇ કથીરીયા, રાહુલભાઇ જાની, રામભાઇ શાંખલા, વનરાજભાઇ ચાવડા, સુશીલભાઇ પાંભર, રીશીતભાઇ શીંગાળા, સંદિપભાઇ આસોદરીયા, વિમલભાઇ લીંબાસીયા, રમેશભાઇ લીંબાસીયા, કલ્પેશભાઇ મહેતા, હર્ષભાઇ વ્યાસ, વિરલભાઇ વડગામા, હાર્દિકભાઇ વાઘેલા, ધનરાજભાઇ રાઘાણી, મનોજભાઇ કદમ, બ્રિજેશભાઇ લોઢીયા, કૃણાલભાઇ વ્યાસ, શ્રી ધ્રુવભાઇ કુંડલ, વલ્લભભાઇ દુધાત્રા, સુરેશભાઇ કણસાગરા, દેવજીભાઇ વાઘેલા, રાજુભાઇ જુંજા, કમલેશભાઇ શાહ-એડવોકેટ, હિતેશભાઇ અંબાણી, શ્રી અશ્વિનગીરી ગોસાઇ- એડવોકેટ, ગીરીરાજસિંહ રાણા, દિનુમામા, અરવિંદભાઇ પાટડીયા, લાલજીભાઇ દાફડા, પ્રવિણભાઇ ગજજર, પારસભાઇ બેડીયા, શ્રી જીતુભાઇ વાઘેલા, રાજેશભાઇ સવનીયા, ઇશ્વરભાઇ ઘાટલીયા, રમેશભાઇ ચોૈહાણ, પરેશભાઇ ડોડીયા, શ્રી રમેશભાઇ પરમાર, સુનિલભાઇ સુરાણી, શાંતિભાઇ પરમાર, ચંદ્રેશભાઇ વાળા, સુરેશભાઇ દાઇમા, શ્રી યોગેશભાઇ સોલંકી, ભરતભાઇ ડઢાણીયા, જયેશભાઇ કારેઠા, વિનુભાઇ ટીલાવત, મહેશભાઇ ડોડીયા, રાજુભાઇ જુંજા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.(૧.૨૦)

 

(3:38 pm IST)