Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ટ્રેનમાં મુસાફરોના મોબાઇલ ચોરી કરતો આરીફ જામને ઝડપી લેતી રેલ્વે પોલીસ

રાજકોટ તા.૨૫: દિલ્હી-પોરબંદર એકસપ્રેસ ટ્રેનમાં આર.પી.એફના પૂનાભાઇ સંગાડા વીરમગામથી રાજકોટ ટ્રેન એસ્કોટીંગ ડયુટીમાં હતા ત્યારે કોચ નં બી/૧માં મુસાફર જબ્બારભાઇ નોતીયારના બે મોબાઇલ ચોરી થયાની ફરિયાદ મળતા આરપીએફના કોન્સ્ટેબલે કોચ નં. બી/રમાં તપાસ કરતા બાતમીના આધારે કોચ બી/૧માં સીટ નં. ૨૪ પરથી આરીફ કરીમભાઇ જામ (ઉ.વ.૨૦) ને પકડી લીધો હતો. અને તલાશી લેતા તેની પાસેથી બે મોબાલ ફોન મળી આવ્યા હતા. આરીફ અજમેરથી રાજકોટ તેના ભાઇની ટીકીટ પર મુસાફરી કરતો હોવાનું બહાર આવ્યું છે. આરપીએફના સ્ટાફે આરીફને પકડી રાજકોટ રેલ્વે પોલીસને સોંપ્યો હતો.(૧.૨૩)

(3:35 pm IST)