Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનની સેવાઓ વિદેશમાં પ્રસરાવાશે : રાજકોટમાં ડાયાબીટીસ સેન્ટર બનાવાશે : સંસ્થાની ટીમ અમેરિકામાં યોજનાર ''ચલો ગુજરાત'' મહોત્સવમાં ભાગ લેશે

રાજકોટ :  રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન રાજકોટની એક અગ્રિમ સેવા સંસ્થા છે તે છેલ્લા ર૩ વર્ષથી રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, શુધ્ધ પેયજળ, સેનીટેશન સ્ત્રીશકિતકરણ જેવા અનેક ક્ષેત્રોમાં પ્રસંશનિય પ્રકલ્પો કરે છે. રાજકોટ કોર્પોરેશન એક ડેમ બાંધ્યો છે જેના થકી શહેરના એક લાખ લોકોને પાણી મળે છે. રોટરી ડોલ્સ મ્યુઝિયમ અને રોટરી લાઇબ્રેરી જેવા પ્રોજેકટ ચલાવે છે. ધરતીકંપ વખતે બહુ જ સુંદર કામ કરીને મેટોડા અને મોરબી ખાતે કોલોની બનાવેલી છે. ગરીબ બાળકો માટે મંજુલ નામે ઇગ્લીશ મીડીયમની પૂર્વ પ્રાથમિક શાળા ચલાવે છે.

ડાયાબીટીસએ ભારતમાં અને રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. રાજકોટની ૧પ થી ૧૮% જનતામાં જોવા મળે છે. તે ગરીબોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. રોટરી મીડટાઉન ડાયાબીટીસના નિદાન, સારવાર અને રિચર્સ માટે એક અતિ આધુનિક સેન્ટર બનાવવા જઇ રહ્યું છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશન તરફથી ૮૦૦ ચો.વાર. જગ્યાનો પ્લોટ એરપોર્ટ પાસે આપવામાં આવ્યો છે. ત્યાં ચાર માળનું ૧૪૦૦૦ ચો.ફૂટ બાંધકામ પુરૂ થઇ ગયું છે. રોટરી ઇન્ટરનેશનલની ગ્રાંટ દ્વારા અનેક આધુનિક મશીનો વસાવવામાં આવી રહ્યા છે.

એક જ જગ્યાએ દર્દીને નિદાન, આંખ, હૃદય, કિડની વગેરેની સંપૂર્ણ તપાસ, આધુનિક પેથોલોજી લેબોરેટરી, એક્ષરે, સોનોગ્રાફી, ડોપ્લર વગેરેની સારવાર માળી રહેશે. ત્યાં ડોકટરો અને જનતા માટે વ્યાખ્યાન ખંડ પણ રાખવામાં આવ્યો છે જેથી જનજાગૃતિ અને મેડિકલ એજયુકેશન આપી શકાય. યોગા અને ફિઝિયોથેરાપી સારવાર પણ મળી રહશે.

રોટી કલર ઓફ રાજકોટ મિડટાઉનની ટીમ અમેરિકામાં યોજાનાર ''ચલો ગુજરાત''માં ભાગ લેવા જઇ રહી છે. જેમાં આ સંસ્થાને સ્ટોલ આપવામાં આવ્યો છે અને આ ટીમ લોકોને પોતાની સંસ્થાની વિગતવાર માહિતી આપશે.

અમેરીકામાં ચલો ગુજરાત સંમેલનમાં ભાગ લેવા જનાર ટીમ દિવ્યેશભાઇ અધેરા, કલ્પરાજભાઇ મહેતા, અતુલભાઇ ગણાત્રા, નિલેશભાઇ સાંગાણી, દિપકભાઇ અગ્રવાલ.

તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઇ ભટ્ટ, પુર્વ પ્રમુખ બાનુબેન ધકાણ, પુર્વ પ્રમુખ વિજયભાઇ નાગ્રેચા, દિવ્યેશભાઇ અઘેરા, કલ્પરાજભાઇ મહેતા, જીજ્ઞેશભાઇ અમૃતીયા નજરે પડે છે. વધુ વિગત માટે ઇમેલrotarydpmc@gamil.comપર સંપર્ક કરવો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)  

(3:32 pm IST)