Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

રાજકોટ શહેરમાં સવારથી ઝાપટાનો દોર

સોમ - મંગળ હળવો રાઉન્ડ આવી રહ્યો છે : છૂટાછવાયા સ્થળોએ ઝાપટા ચાલુ

રાજકોટ : બંગાળની ખાડીમાં આવતીકાલે સાયકલોનીક સરકયુલેશન સર્જાશે, તેમજ રાજસ્થાન ઉપર એક સરકયુલેશન છે જેની અસરથી હાલ છૂટાછવાયા સ્થળોએ ઝાપટા ચાલુ રહેશે : જયારે તા.૨૭, ૨૮ (સોમ - મંગળ) સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદનો એક હળવો રાઉન્ડ આવી રહ્યો છે.

દરમિયાન રાજકોટ શહેરમાં ઝાપટાનો દોર ચાલુ જ છે. આજે સવારે પણ હળવુ ઝાપટુ વરસી ગયુ હતું. થોડીવારમાં વાદળો છવાઈ જાય છે પણ થોડીવારમાં તડકો નીકળી જાય છે. લોકો છત્રી, રેઈનકોટ સાથે જોવા મળે છે.

વેધરએકસપર્ટ ગ્રુપે જણાવ્યું છે કે એક સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર ઉપર છે અને આવતીકાલે બંગાળની ખાડીમાં લોપ્રેસર થવાનું છે. જે મજબૂત બને તેવી શકયતા છે. અન્ય પરિબળો પણ મજબૂત હોય છૂટાછવાયા સ્થળોએ ઝાપટાનો દોર ચાલુ રહેશે.

રાજકોટ શહેરમાં આજે સવારથી ઝાપટાનો દોર ચાલુ છે. સવારે ૮ સુધીમાં ૫ મીમી જયારે હવામાન ખાતામાં મોસમનો કુલ ૨૨.૬ મીમી થઈ ગયો છે.(૩૭.૪)

(11:58 am IST)