Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

રાજકોટ જિલ્લા પંચાયતમાં બાગીઓનું બળ તુટયું ? ખાટરિયાએ સભ્યોને ફરવા મોકલી દીધા

૩૧ મીની સામાન્ય સભામાં ફરી બળાબળના પારખા

રાજકોટ, તા. ૨૫ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ભાજપ પ્રેરીત બળવા બાદ ફરી સમીકરણો ફરતા હોય તેવુ દેખાય છે. તા. ૩૧મીએ સામાન્ય સભામાં બળાબ ળના પારખા છે. કોંગ્રેસના બાગીઓ પાસેથી કારોબારી સહિતની સમિતિની સત્તા આંચકી લેવા સામાન્ય સભામાં ઠરાવ કરવાનું કોંગ્રેસનુ આયોજન છે. કોંગ્રેસના અર્જુન ખાટરીયાએ પોતાના જુથના સભ્યોને સલામત છાવણીમાં મોકલી દીધાનું જાણવા મળે છે.

છેલ્લી સામાન્ય સભા વખતે કોંગ્રેસ પાસે ૧૩ અને ભાજપ પાસે ૨૩નું સંખ્યા બળ હતુ. સમિતિઓની રચનામાં અસંતોષ અને કોંગ્રેસના શિસ્તભંગ સહિતના પગલાઓની હીલચાલને કારણે બાગીઓનું બળ તૂટયાનું કહેવાય છે. ખાટરિયા જુથે ૫ થી ૭ બાગી પોતાની સાથે આવ્યાનો દાવો કર્યો છે. સામાન્ય સભામાં ઠરાવ મંજુર કરવા માટે હાજર સભ્યોમાંથી અડધા સભ્યોની બહુમતી જરૂરી છે. બધા સભ્યો હાજર હોય તો ૧૯ સભ્યોની સહમતીથી ઠરાવ મંજુર કરી શકાય છે. જો ખાટરિયા જુથનો દાવો સાચો હોય તો ભાજપની અત્યાર સુધીની બધી મહેનત પર પાણી ફરી વળશે. બાગીઓ પોતે અકબંધ હોવાનો દાવો કરી રહ્યા છે. પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની વાત હાલ એક બાજુ રહી ગઈ છે.(૨-૧૨)

(11:58 am IST)