Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

રાજકોટના બારદાન કૌભાંડ કેસમાં આરોપી મગન ઝાલાવાડિયાને ડિરેક્ટરપદેથી દૂર કરવા દરખાસ્ત

યાર્ડના ચેરમેને દરખાસ્ત કરતા કહ્યું કે બારદાન સળગાવવાથી અઢી કરોડનું નુકશાન

રાજકોટ:બરદાન કૌભાંડ કેસમાં આરોપી મગન ઝાલાવડિયાને ડિરેક્ટર પદેથી દૂર કરવાની સરકારને દરખાસ્ત કરાઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેને સરકારને દરખાસ્ત કરી છે કે મગન ઝાલાવડિયાને માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર પદેથી દૂર કરવામાં આવે તેમણે કહ્યું છે કે જૂના માર્કેટિંગ યાર્ડમાં બરદાન સળગવાથી અઢી કરોડનું નુકસાન થયું છે ખેડૂતોના હિતમાં અમે ગુજકોટને ઓફિસ ભાડે આપી હતી. પરંતુ ગુજકોટે તેનું ભાડુ ચૂકવ્યું નથી.

રાજકોટના શાપરમાં મગફળી કૌભાંડને લઈને સીઆઈડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. રાજકોટ સીઆઈડી સહિતનો કાફલો તપાસ અર્થે શાપર પહોંચ્યો છે. શાપરમાં ગાધીનગર અને સ્થાનિક પોલીસ દ્વારા પર મગફળી કાંડમાં તપાસ શરૂ થઈ છે. આ તપાસ દરમિયાન કોટડાના મામલતદાર અને પુરવઠાના અધિકારીઓ ને પણ સાથે રાખવામાં આવ્યા.

(1:02 am IST)