Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

શાપર-વેરાવળના મગફળી ગોડાઉનમાં CID તથા પુરવઠાની સંયુકત તપાસઃ ટીમો દોડી ગઇ

એકથી બે દિવસમાં ફરસાણમાં ભાવ બાંધણું: વધારાનું કપાસીયા તેલ દેવાનું શરૂ : નેશનલ કોટનમાં હાલ ૧૫ હજાર ગુણી મગફળી પડી છેઃ મગફળી અને માટીના સેમ્પલ લેવાયા

રાજકોટ તા.૨૪: સોૈરાષ્ટ્ર-કચ્છમાં મગફળી કોૈભાંડે હાહાકાર મચાવ્યો હતો, ગોંડલ ઉપરાંત શાપર-વેરાવળમાં પણ કરોડોની મગફળી આગમાં સાફ કરી નખાઇ હતી, આ સંદર્ભે રાજય સરકારે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી હતી, આ પછી આજે સીઆઇડી ક્રાઇમ અને પુરવઠા તંત્ર દ્વારા શાપર-વેરાવળના નેશનલ કોટન નામના ગોડાઉનમાં સંયુકત તપાસ હાથ ધરાઇ છે, જયાં હાલ ૧૫ હજાર ગુણી મગફળી પડી છે.

ડીએસઓ શ્રી જોષીએ ''અકિલા'' ને ઉમેર્યું હતું કે પુરવઠાના ઇન્સ્પેકટરો દ્વારા મગફળી અને માટીના સેમ્પલ લેવાઇ રહયા છે, સાંજ સુધી તપાસ ચાલશે.

તેમણે તહેવારો ઉપર ભાવ બાંધણા અંગે ઉમેર્યું હતું કે ૧ થી ૧ દિવસમાં ફરસાણના ધંધાર્થીઓ સાથે મીટીંગ યોજી, તેલના ભાવો, બેસનના ભાવો અંગે સર્વે બાદ તે પ્રમાણે ભાવ બાંધણું કરાશે.

તહેવારોને અનુલક્ષીને બીપીએલ-અંત્યોદય કાર્ડ હોલ્ડરોને રૂ. ૫૦ના ભાવે ૧ લીટર તેલ અંગે તેમણે ઉમેર્યું હતું કે નિગમના ગોડાઉનમાં તેલ પહોંચી ગયું છે, અને કાર્ડ હોલ્ડરોને વિતરણ શરૂ કરી દેવાયું છે.(૧.૨૫)

(4:08 pm IST)