Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા રકતદાન શિબિર

રાજકોટ : સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પરસાણાનગર સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં રકતદાન શિબિર યોજવામાં આવી હતી. બાબા હરદેવસિંહજીના વચનને સિધ્ધ કરવા યોજાયેલ આ શિબિરમાં નિરંકારી ભકતો તથા સ્વયંસેવકોએ ઉત્સાહભેર રકતદાન કરેલ. અલગ અલગ ૮૧ બ્રાંચમાં આવી રકતદાન શિબિરો યોજાઇ હતી. શિબિરનું ઉદ્દઘાટન પં.દિનદયાલ હોસ્પિટલના વડા ડો. મનીષ મહેતાના હસ્તે કરાયુ હતુ. આજકાલ પ્રેસના ધનરાજભાઇ જેઠાણીએ ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહીત કર્યા હતા. અહી એકત્ર થયેલ ૧૫૦ યુનિટ રકત સરકારી હોસ્પિટલના ગરીબ દર્દીઓ માટે અર્પણ કરાયુ હતુ. સમગ્ર શિબિરને સફળ બનાવવા ઝોનલ ઇન્ચાર્જ અર્જુનદાસ કેસવાણીના માર્ગદર્શન હેઠળ સંચાલક મનમોહન સાધવાણીજીની દેખરેખમાં સેવાદળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)
  • મારૂતિ ૧ એપ્રિલ ૨૦૨૦થી ડિઝલ કારનું ઉત્પાદન બંધ કરશે access_time 3:25 pm IST

  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST

  • મમતાનો પીએમ મોદીને જવાબ: ગીફટ મોકલી: શકુ છું પણ ૧ વોટ આપી ન શકુ access_time 3:46 pm IST