Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

તમારા વિચારો તમારૃં જીવન બદલી શકે : ભરત વાઘેલા

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ, ઇન્ડીયન રેયોન, વેરાવળના સહયોગથી તાજતેરમાં બાલ હોલ ખાતે નેશનલ ટ્રેનર એન્ડ સર્ટીફાય લીન મેનેજર ભરતભાઇ વાઘેલાનો 'બી ધ ગેમ ચેન્જર' વિષય પર માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. પ્રારંભે કાઉન્સીલના પ્રમુખ ડી. જી. પંચમીયાએ કાર્યક્રમ વિષયક માહીતી આપી વકતાનો પરીચય આપ્યો હતો. જયારે ઉપપ્રમુખ હસુભાઇ દવે અને માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા ભરતભાઇ વાઘેલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ. મુખ્ય વકતા ભરતભાઇ વાઘેલાએ જણાવેલ કે વ્યકિતની વિચારવાની ક્ષમતા તેમના જીવનમાં બદલાવ લાવી શકે છે. વિચારવાની દિશા બદલવાથી બિઝનેસમાં સફળતા મળે છે. બિઝનેસમાં હવે કન્ઝયુમર પર ફોકસ કરવાનો સમય છે. હાલનું માર્કેટ કન્ઝયુમર બેઇઝડ માર્કેટ છે. બિઝનેસમાં દરેક સમસ્યા આપણા માટે તક હોય છે. તકને ઝડપી લેતા આવડવુ જોઇએ. કાર્યક્રમને અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કરેલ. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય હીરાભાઇ માણેક, દિલીપભાઇ ઠાકર, એચ. એસ. ગોસ્વામી, એસ.બી.આઇ.ના રીટાયર્ડ ચીફ મેનેજર પ્રહલાદભાઇ ગોહેલ, એકસપ્રેસ ઇલેકટ્રો એલીવેટર્સ, ઇનહાઉસ ઇન્કોર્પોરેશન, રવિ ટેકનોફોર્જ તથા વિવિધ કંપનીના અધિકારીઓ અને વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરી હતી.

(3:37 pm IST)