Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ડો. જતીન પટેલની I FOR EYE હોસ્પિટલનો શનિવારથી શુભારંભ

૨૫ હજાર આંખની સર્જરી કરનાર ડો. જતીન પટેલ મોટો ઓપ્ટીકલ મોલ લોન્ચ કરશે : ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને સહજ ધ્યાન યોગ કેન્દ્ર શરૂ

રાજકોટ : જાણીતા આંખના સર્જન ડો. જતીન પટેલની આઈ ફોર આઈ હોસ્પિટલનો શનિવારથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ડો. જતીન પટેલ, ડો.દર્શનાબેન પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ : શનિવારથી રાજકોટમાંઙ્ગ એક એવી આંખની હોસ્પિટલ શરુ થવા જઈ રહી છે કે જેમનું નામ છેલ્લા ૨૫ વર્ષથી આંખની સારવારમાં જેમનું નામ આદરસાથે લેવામાં આવે છે જેમને અત્યાર સુધીમાં ૨૫ હજારથી પણ વધારે આંખની સર્જરી કરી છે તે ડો. જતીન પટેલ અને તેમના પરિવાર દ્વારા આંખના નંબરથી માંડી સારવાર માટેનું વન સ્ટોપ સોલ્યૂશન સ્વરૂપે આંખની નવી હોસ્પિટલ I FOR EYE હોસ્પિટલ અને સૌરાષ્ટ્રનો સૌથી વિશાલ ઓપ્ટિકલ મોલ રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ નક્ષત્ર બિલ્ડિંગની સામે શરુ કરી રહ્યા છે.

આ અંગે રાજકોટમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપતા ડો જતીન પટેલે જણાવ્યું હતું કે I FOR EYE માત્ર આંખની હોસ્પિટલ નહિ પણ અમારા માટે આંખની સારવારનું મંદિર છે.અહીં દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે કારણ કે જયારે સારવારમાં સ્પિરિચ્યુલ ટચ સામેલ થાય છે ત્યારે દર્દીની સારવાર અને રીકવરી વધુ ઝડપી થતી હોઈ છે.

હોસ્પિટલની વિશેષતા અંગે ડો જતીન પટેલે જણાવ્યું હતું કે અહીં તમામ લેટેસ્ટ ટેકનોલોજી અને મશીન ઉપલબ્ધ બનાવાયા છે. જેમાં આંખના લગતા ઓપેરેશન જેવા કે ઝામર,મોતિયો,લેસરથી નંબર ઉતારવા તેમજ આંખની સારવાર માટે અત્યંત જરૂરી આંખના સાચા નંબર અને સાચા ગ્લાસનાં ચશ્માંનું સોલ્યૂશન એક જ બિલ્ડિંગમાં થઇ જશે.ડો જતીન પટેલે જણાવ્યું હતું કે મેં લગભગ ૨૫ હજારથી વધારે સર્જરી અને મોટી સંખ્યામાં કેમ્પ કર્યા છે અને હવે આ હોસ્પિટલ દ્વારા આંખના દર્દીઓને સૌથી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે રાજકોટમાં પ્રથમ વખત મોસ્ટ એડવાન્સ ટેકનોલોજીની ભેટ વહાઈટ સ્ટાર સિગ્નેચર ફેંકો મશીન કેજે મર્સીડીસ કલાસનું ફેંકો મશીન ગણવામાં આવે છે તે અહીં ઉપલબ્ધ બનાવાયું છે જેના દ્વારા સર્જરીને વધુ સરળ,પાવરફુલ અને પ્રિસાઇસ કરી શકાય છે.MICS દ્વારા ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ અનુરૂપ ૧.૮ એમ એમ પીનહોલ સર્જરી પણ કરી શકાશે.આ હોસ્પિટલમાં શ્રેષ્ઠ ઓપેરેશન થિયેટર NABHની ગાઈડ લાઈન પ્રમાણે બનાવામાં આવ્યો છે.અહીં લેસર મશીન દ્વારા માત્ર ૧૦ મિનિટમાં જ નંબર ઉતારવાના ઓપેરેશન પણ કરવામાં આવશે. આ ઉપરાંત આંખની સારવારના તમામ મશીનો અને ઇકવીપમેન્ટ્સ પણ અહીં ઉપલબ્ધ બનાવાયા છે.

સ્પેકટકયુલર ના વૈશાલી પટેલ જણાવે છે કે રાજકોટમાં અમે સૌરાષ્ટ્રના સૌથી વિશાલ ઓપ્ટિકલ મોલમાં લાર્જ અને પ્રીમિયમ રેન્જની ફ્રેમ,સન ગ્લાસ અને લેન્સીસ ઉપલબ્ધ બનાવાયા છે.દેશ દુનિયાના મોટા ભાગની બ્રાન્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કસ્ટમરોને વન સ્ટોપ શ્રેષ્ઠ ચોઈસ પણ મળી રહે.આ ઉપરાંત નંબરનું પરીક્ષણ માટે ઉત્ત્।મ એકસપર્ટાઇઝ  અને માર્ગદર્શન અહીંથી આપવામાં આવશે.

અહીં માત્ર આંખની હોસ્પિટલ કે ઓપ્ટિકલ મોલ જ નહિ પણ સાથોસાથ આ બિલ્ડિંગમાં આજ પરિવાર દ્વારા ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને સહજ ધ્યાન યોગ કેન્દ્ર પણ શરુ કરવામાં આવી રહ્યા છે.હેલી મધર કેર નામથી શરુ થનારું ગર્ભ સંસ્કાર કેન્દ્ર વિષે ડો.દર્શના પટેલ જણાવે છે કે માતાની ગોદ વિશ્વની સૌથી મોટી યુનિવર્સીટી છે.જયાં બાળકને જીવનના ઉત્ત્।મ સંસ્કારો પ્રાપ્ત થાય છે.બાળક જન્મ લે છે તે પેહેલા જ તેને ગરબા સંસ્કાર મળી રહે તો તે અતિ ઉત્ત્।મ માનવામાં આવે છે અને અહીં સાઇન્સ અને વેદાસનો સમન્વય કરીને અહીં માતાને પણ સ્માર્ટ પ્રેગ્નન્સી,ચાઈલ્ડ અને પેરેન્ટ્સના રિલેશન અને ગરબા વખતે જ હોલિસ્ટિક અને સ્પિરિચ્યુલ શિક્ષણથી પણ માતાને ઘડવામાં આવશે ભારતમાં અને વિદેશમાં આ કોન્સેપટ હવે ઝડપથી વિકસી રહ્યો છે અને રાજકોટમાં આ કેન્દ્ર અમે શરુ કરી રહ્યા છીએ.સાથોસાથ પરિવારના મોભી અને ગુરુ સમાન ઘનશ્યામ ગુરુજી અને હેમમાં દ્વારા સહજ ધ્યાન યોગ કેન્દ્ર પણ શરુ કરવામાંઆવી રહ્યું છે.

ઘનશ્યામભાઈ ગુરુજી જણાવે છે કે આ આ કેન્દ્રમાં પણ આત્માની અનુભૂતિનો એહસાસ થતો જોવા મળશે. વર્ષોથી ધ્યાન યોગની શિબિરો ચલાવતા ઘનશ્યામભાઈ કહે છે કે જીવનમાં આધ્યાત્મિકતા પણ જરૂરી છે.આજ પરિવાર દ્વારા રાજકોટથી કુવાડવાહાઇવે નજીક વામકુક્ષી નામનો ૧૦૦ વીઘામાં પથરાયેલો રિયલ એસ્ટેટનો પ્રોજેકટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે.વામકુક્ષી પ્રોજેકટ હેડ હિતેશ પટેલ જણાવે છે કે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનાવાયેલા આ પ્રોજેકટ્માં પણ એક એક ઈંટ પ્રાર્થના કરીને મુકવામાં આવી છે..જાણે એક સુંદર ગામડું ઉભું થયું હોઈ તેવો એહસાસ અહીં કરવામાં આવ્યો છે.અહીં પણ તમામ અમેનીટીઝ આપવામાં આવી છે.આ પત્રકાર પરિષદનું આયોજન એસ પી મીડિયાના સુરેશ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં વાઈકીંગ એડના સંદિપ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)