Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મોચી જ્ઞાતિના સંત પૂ.લાલાબાપાની કાલે ૭૮મી પૂણ્યતિથિ : સાંસ્કૃતિક કાર્યક્રમો - રકતદાન શિબિર

રેસકોર્ષના મેદાનમાં જ્ઞાતિરત્નોનું સન્માન - મહાઆરતી : આવતા વર્ષે પાંચ દિકરીઓના સમૂહલગ્નની ઘોષણા : ૧૦૦થી વધુ કાર્યકરોની ટીમ ખડેપગે

રાજકોટ, તા. ૨૫ : સંત શ્રી લાલાબાપાની આવતીકાલે ૭૮મી પૂણ્યતિથિ નિમિતે રેસકોર્ષમાં સંત શ્રી લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ (ટ્રસ્ટ) રાજકોટ દ્વારા ઉજવવામાં આવશે. સમસ્ત મોચી સમાજને લાલાબાપાની પૂણ્યતિથિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહ મહાપ્રસાદનું તેમજ રકતદાન શિબિરનું પણ આયોજન કરેલ છે.

આવતીકાલે તા.૨૬ના શુક્રવારે સંત શ્રી લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ (ટ્રસ્ટ) દ્વારા સંત શ્રી લાલાબાપાની ૭૮મી પૂણ્યતિથિ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજુભાઈ જેઠવા (બાબરાવાળા) તેમજ હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા અને રમુજના રાજા ગુણવંત ચુડાસમા દ્વારા દિપ પ્રાગ્ટય બાદ મહાઆરતી થશે. મોચી સમાજના રેડીયો કલાકાર સરોજબેન ચૌહાણ અને અજયભાઈ દેસાણી તેના કંઠથી સૌને મંત્રમુગ્ધ કરશે. આ તકે મહારકતદાન શિબિરનું આયોજન પણ કરાયેલ છે. દાતાઓ એસ.એન. ચૌહાણ, રમેશભાઈ ચાવડા, પરેશભાઈ આસર, અનિલભાઈ ચાવડા અને નવીનભાઈ ચાવડાનો સહયોગ મળેલ છે.

સંત શ્રી લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌહાણે જણાવ્યુ હતું કે પૂણ્યતિથિ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકો એકબીજાને મળે અને ઓળખે તેવો છે. આ તકે સમાજના જ્ઞાતિરત્નોનું સન્માન કરવામાં આવશે. આગામી વર્ષ તા.૧૪-૪-૨૦૨૦માં યોજાનાર લાલાબાપાની ૭૯મી પૂણ્યતિથિમાં બીજી વખત પાંચ સમૂહલગ્ન કરવાનું આયોજન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં દિલીપભાઈ જાની (દિલુઅંદા કલાકાર), સ્વામી સત્ય પ્રકાશ (ઓશો ધ્યાન મંદિર), અરજણભાઈ જળુ (રાજકોટ જિલ્લા શિક્ષણ સેલ - કન્વીનર), લાલજીભાઈ ગજ્જર (ઈકિવટી મોટર્સ), તુરાબભાઈ આઝાદ (તંત્રી - તમન્ના) અને ઘનશ્યામસિંહ જાડેજા (જયોતિ સીએનસી)ની ઉપસ્થિતિ રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી દિનેશભાઈ ચૌહાણ (૯૮૭૯૮ ૯૫૯૯૦), મંત્રી દિવ્યેશભાઈ પરમાર (૯૫૫૮૪ ૪૬૩૩૩), ખજાનચી તેજસભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ પ્રશાંતભાઈ ચુડાસમા, સહમંત્રી ચંદ્રેશભાઈ ચૌહાણ, ટ્રસ્ટી રાકેશભાઈ વાળા, ટ્રસ્ટી ગુણવંતભાઈ ઝાલા, ટ્રસ્ટી રાજેશભાઈ ચૌહાણ અને કારોબારી સમિતિના લાલજીભાઈ ગોહેલ (કોઠારીયા રોડ) (૯૮૭૯૩ ૭૫૫૧૯), યુવા ક્રાઈમ રિપોર્ટર (સાંજ સમાચાર) ચિરાગ ચાવડા (૭૭૭૮૯ ૩૮૬૬૬), જયસુખભાઈ જેઠવા, ભુપતભાઈ નાગર, રમેશભાઈ પરમાર, લલીતભાઈ મકવાણા, દિપકભાઈ ચૌહાણ, ભરતભાઈ દાવડા, સુનિલભાઈ જાદવ (આજી ડેમ) (૯૦૯૯૪ ૨૦૭૦૫), વિશાલભાઈ ગોહેલ, શૈલેષભાઈ ચુડાસમા, હર્ષદભાઈ મકવાણા, હર્ષદભાઈ ઝાલા, મનસુખભાઈ ચૌહાણ, નરભેરામભાઈ ગોહેલ (સહતંત્રી મોચી ચળવળ), જગદીશભાઈ સરવૈયા, નિલેશ ચાવડા, નરેન્દ્રભાઈ સરવૈયા, હિતેશભાઈ ચુડાસમા, ઘનશ્યામભાઇ વાઘેલા, પિન્ટુભાઈ નાગર, અનિલભાઈ ચાવડા, મનુભાઈ ગોહેલ, સુરેશભાઈ ચૌહાણ, જનકભાઈ ચાવડા અને અમિતભાઈ પરમાર તેમજ બીપીન જેઠવા તથા મોચી જ્ઞાતિના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:29 pm IST)