Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સંત પાતાભગત ટોળીયા પરિવાર દ્વારા રવિવારથી ભાગવત

ડો.મહાદેવ પ્રસાદજી મહેતાના વ્યાસાસને વિવિધ પ્રસંગો ઉજવાશેઃ સોમવારે સંતવાણી

રાજકોટ,તા.૨૫: ભરવાડ સમાજના સૂફીસંતશ્રી પાતાભગત ટોળીયા પરિવાર દ્વારા રાજકોટમાં મવડી બાયપાસ ઉપર રામધણ પાસે, શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં શ્રીમદ્ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગીરથી ગંગા પ્રખર કથાકાર શ્રી ડો.મહાદેવ પ્રસાદજી મહેતા (કાશી ભાડલાવાળા)ના મુખેથી વહેશે. તા.૨૮ના રવિવારના શુભદીને સવારે ૮ વાગ્યાથી સંગીતમય શ્રીમદ્દ ભાગવત ભાગીરથી ગંગાનો પ્રારંભ થશે.

આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન નકલંક ડેરીવાળા ભૂરાભાઈ કરણાભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે શ્રી મહાદેવ પ્રસાદજીના કંઠેથી કથાવાચન થશે. જેમાં કથાશ્રવણ માટે સમગ્ર ભરવાડ સમાજ તેમજ ધર્મપ્રેમીભાઈ બહેનોને જાહેર આમંત્રણ પાઠવ્યુ છે.

ભાગવત સપ્તાહને પ્રારંભ તા.૨૮ રવિવારે સવારે ૮ વાગ્યે પોથીયાત્રા બાદ થશે. તા.૩૦ના રોજ શ્રી નૃસિંહ પ્રાગ્ટય, તા.૧ના રોજ શ્રી કૃષ્ણજન્મ નંદમહોત્સવ, તા.૩ના રોજ શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. તા.૪ને શનિવારના રોજ કથા વિરામ થશે. તમામ પ્રસંગોનું ધાર્મિક ચેનલ સદવિદ્યામાં લાઈવ પ્રસારણ ધર્મપ્રેમી જનતા નિહાળી શકશે.

કથા ઉત્સવ દરમ્યાન તા.૨૯ને સોમવારે રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ કથા સ્થળે યોજાશે. જેમાં કલાકાર વિજયભાઈ ગઢવી સાહિત્યરસ પીરસશે. રૂકમણી વિવાહમાં જાનૈયા પક્ષે જીવણભાઈ રેવાભાઈ ગમારા, કાળુભાઈ રેવાભાઈ ગમારા પરિવાર રહેશે.

આયોજનને સફળ બનાવવા ભૂરાભાઈ કરણાભાઈ ટોળીયા, દિનેશભાઈ કડવાભાઈ ટોળીયા, ગીરીશભાઈ મોહનભાઈ ટોળીયા, ભીમાભાઈ ભૂરાભાઈ ટોળીયા, દિલીપભાઈ ઘનાભાઈ ટોળીયા, વિનોદભાઈ ઘનાભાઈ ટોળીયા, રવિભાઈ ભૂરાભાઈ ટોળીયા, વિજયભાઈ ભૂરાભાઈ ટોળીયા, નિશીતભાઈ ભૂરાભાઈ ટોળીયા, રમેશભાઈ દિનેશભાઈ ટોળીયા, ભૌતિક દિલીપભાઈ ટોળીયા, રાજુભાઈ નોંધાભાઈ જુંજા, ભીખાભાઈ લક્ષ્મણભાઈ પડસારીયા, ગોપાલભાઈ નરશીભાઈ ગોલતર, ગોકળભાઈ કડવાભાઈ ટોળીયા, જગદીશભાઈ કાળુભાઈ ટોળીયા, મુકેશભાઈ સોંડાભાઈ ટોળીયા, અવધ વિનોદભાઈ ટોળીયા, વિશાલ જગદીશભાઈ ટોળીયા અને નાગજીભાઈ કાળુભાઈ ટોળીયા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.૯૯૦૪૨ ૨૭૩૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:29 pm IST)