Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બે દિવસમાં પારો ૪૪ને અને રવિ-સોમ ૪૫ને વટાવી દેશે : આકરા તાપ - ગરમીના ઉપાયો શોધી લેજો

રાજકોટ-અમરેલી-સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી

રાજકોટ, તા. ૨૫ : અંગ દઝાડતા તાપ વચ્ચે ગરમી બોકાસો બોલાવી રહી છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે રાજમાર્ગો સુમસામ ભાંસી જાય છે. હજુ આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની નથી. ગરમીથી બચવાના ઉપાયો શોધી લેજો.

હવામાન ખાતાના સૂત્રો જણાવે છે કે આજથી બે ત્રણ દિવસમાં ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચી જશે અને સપ્તાહના પ્રારંભે તો ગરમી બોકાસો બોલાવશે. ઉષ્ણતામાન ૪૫ ડિગ્રીને પાર કરી જશે. હાલમાં મહત્તમ નોર્મલ તાપમાન ૪૦ ડિગ્રી ગણાય. જેથી નોર્મલથી પાંચ ડિગ્રી તાપમાન ઉંચુ જાય તો હિટવેવ કહેવાય.

હવામાન ખાતુ કહે છે કે આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડશે. ગરમીના જૂના રેકોર્ડ તૂટશે. જયારે બંગાળની ખાડીમાં પ્રિમોન્શુનની તૈયારીઓ શરૂ થવા લાગી છે. ૩ મે આસપાસ એક સિસ્ટમ બની રહી છે.

(11:56 am IST)