Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રજપુત પરા-એસ્ટ્રોન ચોક- અટીકા- પરમેશ્વર સહિતનાં વિસ્તારમાં ૧૭ મિલ્કતો સીલ- ૧૩ મિલકતને નોટીસ

સેન્ટ્રલ, ઇસ્ટ, વેસ્ટ ઝોનનની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા કડક કાર્યવાહીઃ આજે ૩ કરોડની વસુલાત

રાજકોટ,તા.૨૫: મ્યુ.કોર્પોરેશનની આવકનો મુખ્ય સ્ત્રોત એવી વેરાશાખાને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯નો રૂ. ૨૨૫ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે બાકી વેરો વસુલવા દરરોજ ઉપરોકત ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં સીલીંગ, નળ કપાત, મિલ્કત જપ્તીની નોટીસ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે વેરા શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન સહિતનાં વિસ્તારો માંથી ૧૭ મિલ્કત સીલ તથા ૧૩ મિલ્કતને જપ્તિની નોટીસ આપવામાં આવી છે. સરકારી ઓફીસ સિવાયનાં આજે ત્રણેય ઝોનમાં રૂ. ૩ કરોડની વસુલાત થવા પામી હતી.                  

 સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ની બાકી મિલ્કત વેરા વસુલાત ઝુંબેશમાં  રજપુતપરામાં આવેલ પેરેમાઉટ, એસ્ટ્રોન ચોકમાં આવેેલ આનંદી ફલેટમાં ૬ સહિત કુલ ૧૭ મિલ્કતનો વેરો વસુલવા મિલ્કત સીલ કરવામાં આવી છે. તેમજ અટીકા, પરમેશ્વર સહિતનાં વિસ્તારમાં ૧૩ મિલ્કતને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તાર માંથી રૂ. ૩૧.૯૦ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર ધૈર્યભાઇ જોષી, આરતીબેન નિમ્બાર્ક, હેમાન્દ્રીબા ઝાલા, ફાલ્ગુનીબેન કલ્યાણી, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટરશ્રી કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નિતિનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા, જયેશભાઇ પંડયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા  વાવડી સહિતનાં  વિસ્તારમાંથી આજ રોજ કુલ રકમ રૂ. ૮૭.૧૯ લાખની વસુલાત કરવામાં આવેલ છે.

આ કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ, લગત વોર્ડ નાં આસી. મેનેજરશ્રીઓની સુચનથી ટેકસ ઇન્સપેકટર ગિરિશભાઇ બુધ્ધ્દેવ, વશરામભાઇ કણઝરિયા, હિતેષ મહેતા, વી. આર. પરમાર, નિલરત્ન પંડ્યા, જે.બી.પાતળિયા તેમજ રિકવરી કલાર્ક  દેવાભાઇ રાઠોડ, રાજેશ નૈયા, ભરત વાંક, તુષાર સોલંકી અને વિપુલ કમેજળિયા દ્વારા કરવામાં આવી.   

પુર્વ ઝોન

ઈસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા કોઠારીયા, વિરાણી અઘાટ, સરદાર ઇનડ એરિયા, અતુલીત ઇન્ડવર્ધમાન ઇન્ડ એરિયા સહિતનાં વિસ્તારમાં આવેલ કુલ ૮૬  મિલ્કતોને સીલીંગ કરતા  રૂ. ૫૨ ની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર(પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રી ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, બી.આઇ.ભટ્ટ્ અને એચ. કે. કાપડીયા વિ. દ્વારા આસી. કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(4:24 pm IST)