Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રાજકોટ સ્કીલ ડેવલપમેન્ટ એસોસીએશનની સ્થાપના

કોમ્પ્યુટર, ઈંગ્લીશ, સીએનસી વિ.ના સંચાલકોએ એસોસીએશન બનાવ્યું : પ્રમુખપદે ગુણવંતભાઈ ઓગાણજા- ઉપપ્રમુખ સંદીપ દવેની વરણીઃ વર્ષ દરમ્યાન ચારથી વધુ કાર્યક્રમોઃ વિદ્યાર્થીઓના ઘડતર ઉપર ભાર મુકાશેઃ સભ્યોને જોડાવવા અનુરોધ

રાજકોટ,તા.૨૫: અત્યારનાં સમયમાં ભણતરની સાથે ગણતર (સ્કીલ) ભળી જાય તો કોઈપણ વ્યકિત સારામાં સારી રોજગારી મેળવી શકે. આ બાબતને ધ્યાનમાં રાખી જુદા જુદા સ્કીલ ડેવલપમેન્ટનાં સેન્ટરો  રાજકોટમાં કાર્યરત છે. જેમાં કમ્પ્યુટર એજયુકેશન, હાર્ડવેર, નેટવર્કીંગ, મોબાઈલ  રીપેરીંગ, સ્પોકન ઈંગ્લીશન, સીએનસી, વીએમસી, રીટેલ, જેમ્સ એન્ડ જવેલરી, ફેશન ડીઝાઈનીંગ, બ્યુટી એન્ડ વેલનેશ, એરોનોટીકલ એન્ડ એવીએશન, હેલ્થકેર, મેનેજમેન્ટ જેવી સ્કીલ આ સેન્ટરો દ્વારા વિદ્યાર્થીઓનાં ભાવિ ઘડતર માટે આપવામાં આવે છે. ત્યારે રાજકોટ સ્કીલ ડેવલપમેન્ટ એસો.ની સ્થાપના કરવામાં આવી હોવાનું  વિવિધ ક્ષેત્રના આગેવાનોએ જણાવ્યું હતું.

રાજકોટ જયારે ભારતનું સ્માર્ટ સીટી બનવા જઈ રહયું છે. ત્યારે રાજકોટને ગુજરાત રાજયનું સ્કીલ ડેવલપમેન્ટ હબ બનાવવા માટેનું બીડું રાજકોટનાં સ્કીલ ડેવલમેન્ટ સેન્ટરોએ ઉપાડયું છે. જેનાં ભાગરૂપે રાજકોટ સ્કીલ ડેવલપમેન્ટ એસોસીએશન (આરએસડીએ)ની વિધિવત રચના કરવામાં અવાી છે. આ એસોસીએશન દ્વારા રાજકોટનાં તમામ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરોને સંગઠીત કરી વિવિધ કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવશે. જેમાં શાળા કોલેજોમાં સેમિનારો, વિવિધ ટ્રેનીંગો, ગરીબી રેખાથી નીચેનાં કુટુંબનાં સભ્યોને ફ્રી તાલિમ, મધ્યમવર્ગનાં પરિવારોને રાહતદરે તાલિમ, પ્લેસમેન્ટ કેમ્પ, તાલુકા કક્ષાએ વિવિધ સેમિનારોનાં આયોજન કરીને ગુજરાતનાં યુવાનોને હાઈલી સ્કીલ ડેવલપ થાય તે માટે સંગઠીત પ્રયત્નો કરવામાં આવશે.

પ્રથમ ચરણમાં રાજકોટનાં ૭૦ જેટલાં સેન્ટર સંચાલકોની હાજરીમાં આ પ્રવૃતિને વેગવંતી બનાવવા માટે એસોસીએશન અને વિવિધ સમિતિઓનાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે ગુણવંતભાઈ ઓગાણજા (પટેલ કોમ્પ્યુટર્સ), ઉપપ્રમુખ સંદીપ દવે (એનએસવીટી), માનદમંત્રી ઉમેશભાઈ તલસાણીયા (સી વર્લ્ડ કોમ્પ્યુટર), ખજાનચી હિરેનભાઈ ધારૈયા (જીઓટુ સીએનસી એજ્યુકેશન), કારોબારી સમિતિમાં સભ્યો તરીકે સર્વશ્રી મેહુલભાઈ દેપાણી (પટેલ કોમ્પ્યુટર્સ), સુરેશભાઈ પટેલ (પટેલ કોમ્પ્યુટર્સ), રણજીતસિંહ વાળા (આઈએએનટી કોમ્પ્યુટર), અલ્પેશભાઈ ટાંક (માર્સ કોમ્પ્યુટર્સ), રોનકભાઈ ધ્રાંગધરીયા (સીએડીડી સેન્ટર), પ્રવીણભાઈ ધુળકોટીયા (સ્પીડ કોમ્પ્યુટર), ચેતનભાઈ પટેલ (જીનીયસ કોમ્પ્યુટર), દીપેશભાઈ સોલંકી (વિનાયક કોમ્પ્યુટર), નરેશભાઈ સોલંકી (એસેન્ડ ટેકનોલોજી)ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી.

આ એસોસીએશનમાં જોડાવવા તેમજ જેની વધુ માહિતી માટે પ્રમુખ ગુણવંતભાઈ ઓગાણજા (મો.૯૮૨૪૨ ૬૩૪૪૯) અને ઉપપ્રમુખ સંદીપ દવે (મો.૯૮૨૫૦ ૨૩૫૫૦) નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

વિવિધ કમિટીઓમાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. જે આ મુજબ છે. (૧) લીગલ કમિટી- પ્રમુખ રાજેશભાઈ કાછડીયા- સનરાઈઝ કોમ્પ્યુટર્સ, ઉપપ્રમુખ રાહુલભાઈ રામાણી- શુભમ કોમ્પ્યુટર, સભ્યો નિરવભાઈ શેઠ- વિમાનસ કોમ્પ્યુટર, કલ્પેશભાઈ પંચાસરા- આશા કોમ્પ્યુટર, (૨) સોશ્યલ મિડીયા કમિટી- પ્રમુખ ચંદ્રેશભાઈ પીલોજપરા- ક્રિએટીવ કોમ્પ્યુટર, ઉપપ્રમુખ ભાવીનભાઈ વડગામા- સીએડીડી સેન્ટરર, સભ્યો અજયભાઈ ચાવડા- ન્યુ ક્રિષ્ના કલાસીસ, હિમ્મતભાઈ ભાનુશાળી- પરફેકટ કોમ્પ્યુટર, (૩) ઈવેન્ટ મેનેજમેન્ટ કમિટિ- પ્રમુખ વિનોદભાઈ વાછાણી- એબીસી કલાસીસ, ઉપપ્રમુખ હરસુખભાઈ પરમાર- ત્રિદેવ ફીન ટેક એજયુ.ઈન્ડિયા, સભ્યો નિકુંજભાઈ બાસીડા- પરમાર કોમ્પ્યુટર, પ્રદીપભાઈ મોરબીઆ - પ્રમુખ કોમ્પ્યુટર, (૪) નોલેજ કમિટી- પ્રમુખ દ્રુપદભાઈ ભટ્ટ- શ્રી કોમ્પ્યુટર, ઉપપ્રમુખ ગૌતમભાઈ ઓઝા- શારદા વિદ્યાભવન, સભ્યો ચંદ્રેશભાઈ પીલોજપરા- ક્રિએટીવ કોમ્પ્યુટર, રોનકભાઈ ધ્રાંગધરીયા- સીએડીડી સેન્ટર, મનીષભાઈ વેકરીયા- એકયુટેક સીએડી ટ્રેનીંગની નિયુકિત કરવામાં આવી છે.(તસ્વીરઃસંદીપ બગથરીયા)

(3:52 pm IST)