Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સમુદ્રમંથનઃ એક નાના બિંદુ પર આખું નાટક કલ્પવું, લખવું અને ભજવવું એ સહેલું કામ નથી

૬ એપ્રિલે નાટકઃ કલાપ્રેમીઓએ ટિકિટ બૂક કરાવી લેવી

રાજકોટ,તા.૨૫: આગામી ૬ એપ્રિલે શનિવારે રાત્રે ૯:૩૦ વાગે હેમુ ગઢવી હોલ ખાતે એક અનોખું નાટક ''સમુદ્ર મંથન'' યોજાએલ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સુપ્રસિદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટ ''સમુદ્ર મંથન'' નાટક વિષે થોડું જાણીએ.

એક નાના બીંદુ પર આખું નાટક કલ્પવું, લખવું અને ભજવી બતાવવું તે સહેલું કામ નથી. તમે તે કરી બતાવ્યું છે. નાટ્યરીતીના નિષ્ણાતોએ નાટ્ય- રચનાના જે નિયમો કલ્પ્યા કે વિચાર્યા હોય તેની પાર, પોતાના મનના ઊંડાણમાં જઈને તખ્તાને જોવો અને તેના પર કથા, સંચલન, ગતી, સંવાદ અને પાત્રોને જોવાં (વિઝયૂઅલાઈઝ કરવા) તે પ્રખર નાટ્યકારો માટે પણ મુશ્કેલ કહેવાતું કામ તમે બહુ સહજ રીતે કરી શકયા છો.

નાટક ખુબ સરસ હતું. બધા જ કલાકરોએ પોતાનું કામ બરાબર સંભાળ્યું, પ્રથમ અંકનો અંત  ધ્રાસ્કો પડાવી દે તેવો, અનેક પ્રસંગે શ્વાસ થંભાવી દેવો પડે. સમુદ્રના તોફાનોનો ચિતાર અને પાત્રોની ગતી રીતી (મને આખું થિએટર વહાણની જેમ ડોલતું હોય તેવો આભાસ થતો હતો) ખૂબ સરસ. દિગ્દર્શકને ધન્યવાદ. નારીના આવા સાહસને વધાવવા કે તેને ઓળખાવવા માટે નારીમુકિત શબ્દ મને નથી ગમતો અને અત્યારે બીજો સૂઝતો નથી, બંધિયાર વાતાવરણને ખોલી આપતા મનુષ્યો વંદનને યોગ્ય છે.

આ નાટક આખા ગુજરાતમાં બધે (અને દરિયા કાંઠાના ગામોમાં તો ખાસ) ભજવાય તેવી વ્યવસ્થા સરકારે પણ કરવી જોઈએ.

નાટક તા.૬ એપ્રિલના યોજાશે. ટિકિટ બૂકીંગ માટે વિદેહી એન્ટરટેઈનમેન્ટ મો.૬૩૫૪૯ ૯૫૦૦૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:45 pm IST)